તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Encounter In Shopian's Memander Area: Two Terrorists Have Been Neutralised. Combing Operation Is Underway

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોપિયામાં એન્કાઉન્ટર દરમિયાન સેનાએ જૈશના 2 આતંકીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન ચાલુ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શ્રીનગર: પુલવામાના આતંકી હુમલાના 13માં દિવસે ભારત તરફથી એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને જેના કારણે પાકિસ્તાન ખૂબ ગભરાયેલું છે. ગભરાયેલા પાકિસ્તાન એલઓસી પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. બાલાકોટમાં એર સ્ટ્રાઈકના એક દિવસ પછી જ બુધવારે સવારે કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. આ એન્કાઉન્ટરમાં સેનાએ જૈશ-એ-મોહમ્મદના 2 આંતકીઓને ઠાર કરી દીધા છે. અહીં એક મકાનમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની શંકા છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની શંકાથી સેનાની 23મી પેરામિલિટ્રી ફોર્સ, સીઆરપીએફ અને એસઓજીએ સંયુક્ત અભિયાન શરૂ કર્યું.

 

ઈન્ટરનેટ સેવા બંધ: દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના મામંડરમાં સેના અને આતંકીઓ વચ્ચે સતત ફાયરિગં કરવામાં આવી રહ્યું છે. 2-3 આતંકીઓએ આ વિસ્તારના મામંડરના એક ઘર પર કબજો જમાવીને ત્યાં છુપાયેલા છે. એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને અહીંની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હાલ ફાયરિંગ રોકાઈ ગયું છે અને અહીં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

 

એલઓસી પાસેની સ્કૂલોમાં રજા જાહેર કરાઈ : જમ્મુ-કાશ્મીરના શોપિયાના મામંડરમાં આતંકીઓ સાથે સીઆરપીએફ, સેના અને રાજ્ય પોલીસે આજે સવારે 4.20 વાગ્યાથી એન્કાઉન્ટર શરૂ કરી દીધું છે. સીમા પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને પુંછ અને રાજૌરીમાં લાઈન ઓફ કંટ્રોલથી 5 કિમી દૂર સુધીના વિસ્તારમાં આવતી દરેક સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં સીમા પારથી ગમે ત્યારે ફાયરિંગ થઈ રહ્યું છે. મંજકોટ પુંછ, નૌશેરા, રાજૌરી, અખનૂર અને સ્યાલકોટ વિસ્તારોમાં સીમાપારથી ફાયરિંગ અને મોર્ટાર છોડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો