તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Two Terrorists Killed In The Ongoing Encounter Between Security Forces And Terrorists In Tral In Jammu & Kashmir

J&Kના ત્રાલમાં એન્કાઉન્ટર દરમિયાન સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન ચાલુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે સાંજથી ત્રાલમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું
  • આતંકીઓ જે ઘરમાં છુપાયા હતા તે ઘર જ સેનાએ બ્લાસ્ટથી ઉડાવી દીધું, 2 આતંકીઓની લાશ મળી

ત્રાલ: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો લાવવા માટે સેના તરફથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સોમવાર સાંજથી ત્રાલમાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં મંગળવારે સવારે બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓ જે ઘરમાં છુપાયા હતાં તે ઘર જ સેના દ્વારા બ્લાસ્ટમાં ઉડાવી દેવામાં આવ્યું છે. બંને આતંકીઓની લાશ મળી ગઈ છે. સેના તરફથી હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

 

નોંધનીય છે કે સેનાને ત્રાલના રેશી મોહલ્લામાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી 42 રાષ્ટ્રીય રાઈફલ્સ, 180 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમે આ વિસ્તાર ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

 

સેનાએ પણ આતંકીઓના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આખી રાત ચાલેલા આ ઓપરેશનમાં મંગળવારે સવારે બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. બંનેની લાશ મળી ગઈ છે. હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં એન્કાઉન્ટરની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે પછી સેનાએ તેમને હાંકી કાઢ્યા હતા.

 

હંદવાડામાં ત્રણ દિવસ ચાલ્યું હતું ઓપરેશન: આ પહેલાં જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી (ગયા સપ્તાહમાં ગુરુવારે મોડી રાતથી રવિવાર) સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું.આ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સીઆરપીએફના ત્રણ જવાન અને બે પોલીસકર્મી પણ શહીદ થયા હતા. એન્કાઉન્ટર દરમિયાન એક સામાન્ય નાગરિકનું મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...