છત્તીસગઢ / ભાજપ ધારાસભ્ય મંડાવીની હત્યાના માસ્ટર માઈન્ડ સહિત બે નક્સલી ઠાર, 1ની ધરપકડ

Divyabhaskar

Apr 18, 2019, 02:15 PM IST
Two naxalites were killed in encounter with police in Dantewada
X
Two naxalites were killed in encounter with police in Dantewada

 • કટેકલ્યાણ અને કોંડા વચ્ચે આવેલા જંગલોમાં એન્કાઉન્ટર થયું, આ વિસ્તારમાં મંડાવીના કાફલા પર હુમલો થયો હતો 
 •  હુમલામાં ભાજપ ધારાસભ્ય અને તેમના ડ્રાઈવરનું મોત થયું હતુ અને 3 જવાન પણ શહીદ થયા હતા 
 •  માર્યા ગયેલા નક્સલી એસીએમ વર્ગિસ પર 5 લાખનું ઈનામ , ઘણા હુમલાઓમાં સામેલ હતો 

દંતેવાડાઃ સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા નક્સલીઓમાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા પર હુમલો કરનાર માસ્ટર માઈન્ડ પણ સામેલ હતો. આ નક્સલીઓ પાસેથી એક 315 રાયફલ અને એક ગન પણ મળી આવી હતી. પહેલા તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં 9 એપ્રિલે આ વિસ્તારમાં નક્સલીઓએ મંડાવીના કાફલા પર આઈઈડીથી હુમલો કર્યો હતો. જેમાં મંડાવી અને તેમના ડ્રાઈવરનું મોત થયું હતું. આ ઉપરાંત તેમની સુરક્ષામાં તહેનાત 3 જવાનો પણ શહીદ થયા હતા.
બે નક્સલી ઠાર, 1ની ધરપકડ
1.પોલીસના કહ્યાં પ્રમાણે, ડીઆરજીના જવાનો સવારે સર્ચ ઓપરેશન માટે નીકળ્યા હતા. આ દરમિયાન કટેકલ્યાણ અને કોંડા વચ્ચે દૌલિકડકાના જંગલોમાં નક્સલીઓએ ફાયરિંગ કર્યુ હતું. જવાબી કાર્યવાહીમાં નક્સલી કમાંડર એસીએમ વર્ગિસ અને લિંગા ઠાર થયા છે. અને એકની ધરપકડ કરવામાં આવી છે. 
વર્ગિસ મોટા હુમલાઓનો માસ્ટર માઈન્ડ
2.વર્ગિસ મોટા નક્સલી કમાંડરોમાંથી એક હતો અને હુમલાઓનો માસ્ટરમાઈન્ડ હતો. જો કે, ડીઆઈડી સુંદરરાજ પીએ કહ્યું હતું કે, નક્સલી વર્ગિસ ભીમા મંડાવીના ષડયંત્રમાં સામેલ હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે વિસ્તારમાં ભીમા મંડાવી પર હુમલો કરવામાં આવ્યો હતો વર્ગિસ તે વિસ્તારનો સભ્ય હતો. 
ભીમા મંડાવી ચૂંટણી પ્રચાર કરી પરત આવી રહ્યા હતા
3.ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીની હત્યા 9 એપ્રિલે કુઆંકોંડા વિસ્તારમાં થઈ હતી. મળતી માહીતી પ્રમાણે, ભીમા મંડાવીના કાફલાને ઉડાવનારા નક્સલીઓમાં માલાંગીર સમિતિનો હાથ હતો. નક્સલીઓએ નકુલનારથી આશરે બે કિમી દુર શ્યામગિરીથી પસાર થઈ રહેલા ભાજપના ધારાસભ્યની ગાડીને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી