તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tourism In India Earned Usd 27 Billion 14 Million New Jobs Created Says Kannanthanam

દેશમાં પર્યટનથી 1.89 લાખ કરોડ રૂ.ની આવક, 1.39 કરોડ લોકોને રોજગાર મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત નાણાકીય વર્ષમાં ગ્લોબવ ટુરિઝમ ગ્રોથ 7% નોંધાયો
  • દુનિયાભરમાં પ્રવાસનથી રેવેન્યૂ ગ્રોથ 5%, ભારતમાં 19.2% 
  • કેન્દ્રીય પર્યટન રાજ્ય મંત્રી એલ્ફોસ કેએ આ માહિતી આપી  

તિરુવનંતપુરમઃ ગત નાણાકીય વર્ષ 2017-18માં પ્રવાસનથી દેશને 1.89 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી. ટુરિઝમ ક્ષેત્રે 1.39 કરોડ લોકોને રોજગારી મળી છે. દેશની GDPમાં ટુરિઝમ સેક્ટરનું 5.7% યોગદાન રહ્યું છે. પ્રવાસી રાજ્ય મંત્રી અલ્ફોંસે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે, ગત નાણાકીય વર્ષમાં દેશમાં કુલ જેટલા લોકોને રોજગાર મળ્યો તેમાં ટુરિઝમ સેક્ટરનું 12.36% યોગદાન રહ્યું હતું.

આતંરરાષ્ટ્રીય ક્ષેત્રે ટુરિઝમમાં 7% વધારો નોંધાયો હતો. જ્યારે ભારતમાં 14% છે. દુનિયાભરમાં પ્રવાસનથી મળતા રેવન્યૂમાં 5% જ્યારે ભારતમાં 19.2%નો  વધારો થયો છે. 

પ્રવાસન રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, દર વર્ષે 2.5 કરોડ ભારતીય પ્રવાસીઓ વિદેશમાં જાય છે. પ્રવાસન વિભાગ સ્થાનિક લોકો સાથે NRI માટે પણ દેશનાં પર્યટન સ્થળોને આકર્ષિત કરવાની યોજાના બનાવી રહ્યું છે. 

ગત નાણાકીય વર્ષમાં ચીનનાં 14.4 કરોડ પર્યટકો બીજા દેશમાં પ્રવાસ અર્થે ગયા હતા. આ દરમિયાન 2.47 લાખ ચાઈનીઝ પ્રવાસીઓ ભારત આવ્યા હતા. પર્યટન મંત્રીએ કહ્યું કે, આ આવનારા 5 વર્ષોમાં ચીનનાં 10% પર્યટકો ભારત આવે તેવું લક્ષ્ય નક્કી કરાયુ છે. વર્ષ 2020 સુધી  માટે આ લક્ષ્યાંક 2 કરોડ, 2025 સુધી 3 કરોડ અને 2026 સુધી 4 કરોડ રહેશે. 

  • પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે, અમારુ લક્ષ્ય 50 કરોડ બૌદ્ધ પર્યટકોને ભારત પ્રતિ આકર્ષિત કરવાનું છે. યુપી અને બિહારનાં બૌદ્ધ સ્થળોને જોડનારી યોજનાઓ પણ બનાવાશે. ચીનનાં લોકોને આ અંગે જાગૃત કરવા માટે રોડ શો પણ કરવામાં આવશે. પર્યટન વિભાગ તરફથી તાજેતરમાં જ બહાર પાડેલા પ્રમોશનલ વિડીયોને દુનિયાભરનાં આશરે 20 કરોડ લોકો જોઈ ચુક્યા છે.

પર્યટન રાજ્યમંત્રીએ કેરળમાં ટુરિઝમથી થયેલા રેવેન્યૂમાં ઘટાડા અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતુ. ગત નાણાકીય વર્ષમાં કેરળનાં રેવેન્યૂમાં 18% ઘટાડો થયો હતો. આ દરમિયાન તમિલનાડુ સૌથી વધુ સ્થાનિક પર્યટકો પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યાનાં મુદ્દે તમિલનાડુનો ત્રીજો નંબર છે. 

અન્ય સમાચારો પણ છે...