તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Second Pilot Was Pakistani Not Indian Who Was Claimed By Pakistan Army India Pakistan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાની સેના પોતાના જ પાયલટને ઓળખી ન શકી, કહ્યું- ભારતનાં 2 પાયલટ ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પહેલા નિવેદનમાં પાક.સેના પ્રવક્તાએ 2 ભારતીય પાયલટ પકડાયા હોવાનો દાવો કર્યો હતો 

નેશનલ ડેસ્કઃ ભારતે પાકિસ્તાન એરફોર્સનાં એક વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. જ્યારે પાકિસ્તાને આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. ભારતની કાર્યવાહી પર પાકિસ્તાને પહેલાંની જેમ જ જૂનો રાગ આલાપ્યો છે. પરંતુ પાયલટ પર પાકિસ્તાનનાં દાવાઓએ તેનાં જુઠ્ઠાણાં પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. જેના કારણે તે પોતાની જાળમાં ફસાતું જોવા મળી રહ્યું છે. 

 

ગત રોજ પાકિસ્તાન સતત દાવાઓ કરી રહ્યું હતુ કે, તેને ભારતનાં જ બે પાયલટ્સની ધરપકડ કરી છે. પરંતુ આ બન્નેમાંથી એક પાકિસ્તાની વાયુસેનાનો જવાન જ હતો. જેને ભારતીય પાયલટ સમજીને પાકિસ્તાન હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનો દાવો પાકિસ્તાન કરી રહ્યું હતું. આ જ કારણે પાકિસ્તાને થોડાંક જ કલાકોમાં પોતાના નિવેદન પરથી પલટી મારી સફાઈ આપવી પડી કે ભારતનો ફક્ત એક જ કમાંડર તેમની કસ્ટડીમાં છે. 
 

ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ જણાવ્યું હતુ કે, એક વિમાન અને એક પાયલટ લાપતા છે. સાથે જ ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના એક વિમાનને તોડી પાડ્યુ છે. જે આકાશમાંથી નષ્ટ થતું આવીને LOCની પેલે પાર પડ્યુ હતુ. એવામાં સવાલ એ છે કે શું બીજો પાયલટ જેને પાકિસ્તાને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની વાત કરી હતી. શું તે પાકિસ્તાની વિમાનનો પાયલટ તો ન હતો. 

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનું વિમાન તોડી પાડ્યુ હોવાની વાત પાકિસ્તાન હજુ સુધી માનવા તૈયાર નથી. પરંતુ તેના સેના પ્રવક્તાએ નિવેદનો પરથી પલટી મારીને ભારતનાં દાવાઓ પર મોહર લગાવવાનું કામ કર્યુ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો