તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Target Of The Indian Air Strike Headquarters Of JeM And LeT But Later It Was Changed To Balakot

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈશ-લશ્કરના હેડક્વાર્ટર હતા ટાર્ગેટ, અંતે જગ્યા બદલીને બાલાકોટમાં કરાઈ એર સ્ટ્રાઈક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઈન્ટેલિજન્સ સૂત્રોના આધારે જાણવા મળ્યું કે, ભારતે જૈશ-એ-મોહમ્મદ અને લશકર-એ-તોઈબાના હેડક્વાર્ટર ટાર્ગેટ કર્યા હતા પરંતુ પછી જગ્યા બદલવામાં આવી
 • બહાવલપુર અને મુરિદકેની સરખામણીએ બાલાકોટમાં સામાન્ય જનતા ઓછી રહેતી હોવાથી હુમલા માટે તે જગ્યા નક્કી કરવામાં આવી

નેશનલ ડેસ્ક: પુલવામા પર આતંકી હુમલો અને 40 જવાનોની શહીદીનો બદલો ભારતે 13માં દિવસે બાલકોટ પર હુમલો કરીને લીધો છે. એર સ્ટ્રાઈકમાં આતંકીઓના ઘણાં કેમ્પનો નાશ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં અંદાજે 350 આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. પરંતુ હુમલા પછી ઈન્ટેલિજન્સ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભારતની એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદ અને લશકર-એ-તોબઈના ક્વાર્ટરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પરંતુ અંતે તે જગ્યા બદલી દેવામાં આવી હતી.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પહેલાંબહાવલપુરમાં આવેલા જૈશ-એ-મોહમ્મદ (JeM) અને મુરિદકેમાં આવેલા લશકર-એ-તોઈબા (LeT)ના મુખ્ય ક્વાર્ટર તોડી પાડવાનો ટાર્ગેટ હતો. પરંતુ આ વિસ્તારમાં વસતી વધારે હોવાથી અને પાકિસ્તાની હુમલા પછી પાકિસ્તાની વાયુસેના તરફથી જો કોઈ કાર્યવાહી થાય તો તેમાં સામાન્ય લોકોના મોત વધુ થવાની આશંકાએ પ્લાનિંગમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. યોજનામાં ફેરફાર કર્યા પછી બાલાકોટ એક માત્ર ટાર્ગેટ કરવામાં આવ્યું હતું.
 
પાકિસ્તાનના માનેસરા જિલ્લામાં આવેલા બાલાકોટ કોમ્પમાં બહાવલપુર અને મુરિદકેની સરખામણીએ વસતી ઓછી છે. તેથી અહીં હુમલામા સામાન્ય લોકોને ઈજા થવાની શક્યતાઓ ઘણી ઓછી હતી. તે ઉપરાંક બાલાકોટ કેમ્પ પહાડી વિસ્તારમાં બનાવવામાં આવ્યું હોવાથી અહીં હુમલો કરતા સામાન્ય લોકોને જીવનું જોખમ ઓછું છે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ તેમનું ઓપરેશન ખૂબ સરસ રીતે પાર પાડ્યું છે. વાયુસેના (આઈએએફ)ના 2 ફાઈટર જેટે લાહોર-સ્યાલકોટ બોર્ડર અને ઓકરા-બહાવલપુર સેક્ટર પર પાકિસ્તાની વાયુસેનાને વ્યસ્ત રાખી હતી. તે દરમિયાન ત્રીજુ જેટ વિમાન પાકિસ્તાન અધિકૃત સીમા કેરાન-અથામુકમ બોર્ડર પર ઉડતું રહ્યું હતું.

 

ભારતીય વાયુસેનાએ કેરાનથી તેમની સીમામાં પ્રવેશ કરવા માટે પાકિસ્તાની વાયુસેના (પીએએફ)ને 3 જગ્યાએથી ઘેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો