તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Accidental PMનાં પ્રોમોને રોકવા માટેની અરજી હાઈકોર્ટે ફગાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક


નવી દિલ્હીઃ ફિલ્મ ધ એક્સીડન્ટલ પ્રાઈમિનીસ્ટરનાં પ્રોમોને અટકાવવા માટે દાખલ કરાયેલી અરજીની સુનાવણીને  હાઈકોર્ટની સિંગલ બેંચે નકારી હતી. હાઈકોર્ટે કહ્યું કે,  આ અરજી પર ન તો અમે સુનાવણી કરી શકીએ કે ન તો ફિલ્મનાં પ્રોમો પર રોક લગાવીશું.

રિલીઝ પહેલા જ વિવાદોમા ઘેરાયેલી અનુપમ ખેરની ફિલ્મ The Accidental prime ministerનાં પ્રોમોને અટકાવવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજીને દિલ્હી હાઈકોર્ટની સિંગલ બેચે ફગાવી દીધી છે. અરજદારો હવે આ મામલામાં જનહિતની અરજી દાખલ કરાવશે. આ ફિલ્મ 11મી જાન્યુઆરીએ રિલીઝ થશે.   

કોર્ટે કહ્યુ કે પૂર્વ વડાપ્રધાનની છબી ખરડાવા અંગેની કોઈ અરજી હોય તો આ અરજીની જનહિત તરીકે જ સુનાવણી કરવામાં આવશે. અરજીમાં કહેવામાં આવ્યુ કે, વડાપ્રધાનની છબી આ ફિલ્મમાં ખરડાઈ રહી છે જેથી પૂર્વ વડાપ્રધાનની સાથે દેશની છબી પણ ખરડાશે. ટ્રેઈલરમાં જે બાતવવમાં આવી રહ્યું છે તે ગેરમાર્ગે દોરે છે. આ ઉપરાંત આ ફિલ્મ  સંજય બારુના પુસ્તકથી એકદમ અલગ જ  છે. 

અરજદારોનો દાવો છે કે સંજય બારુએ પોતે સ્વીકાર્યુ છે કે તેમનો ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી. પ્રોમોને વિવાદોમાં ઘસેડવા માટે એવી તમામ ચીજોવને બતાવવમાં આવી છે જે સ્પષ્ટ રીતે નિયમોનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત આ ફિલ્મ માટે CBFCપાસેથી પણ કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી. 

અન્ય સમાચારો પણ છે...