• Gujarati News
  • National
  • Sushma Swaraj Said Rahul Gandhi Should Give Up Spg Cover If Terrorism Is Not An Issue For Him

જો આતંકવાદ મુદ્દો ન હોય તો રાહુલ ગાંધી તેમની એસપીજી સુરક્ષા હટાવી લે: સુષ્મા સ્વરાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાહુલે એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, આતંકવાદ નહીં બેરોજગારી મુદ્દો છે
  • સુષ્માએ કહ્યું- મોદીની વિદેશ યાત્રાઓના કારણે ઈસ્લામિક દેશ ભારતની નજીક

હૈદરાબાદ: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લાગે છે કે, આતંકવાદ કોઈ મુદ્દો જ નથી તો તેમણે તેમની એસપીજી સુરક્ષા હટાવી લેવી જોઈએ. સુષ્માએ કહ્યું કે, જો રાહુલ અને તેમના પરિવારને કોઈનાથી ડર નથી લાગતો તો તેઓ લખીને આપે કે તેમને સુરક્ષાના કમાન્ડોઝની કોઈ જરૂર નથી.

રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે, આ વખતે ચૂંટણીના મુદ્દામાં આતંકવાદ નહીં પરંતુ બેરોજગારી મોટો મુદ્દો છે. વિદેશ મંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનને આધાર બનાવીને વળતો પ્રહાર કર્યો છે. તેમનું કહેવું છે કે, રાજીવ ગાંધીની હત્યા પછીથી સમગ્રગાંધી પરિવાર એસપીજી સુરક્ષાના ઘેરામાં છે.

સુષ્માનું કહેવું હતું કે, એનડીએ સુરક્ષા, વિકાસ અને જનકલ્યાણના મુદ્દે ચૂંટણી લડી રહ્યું છે. મોદી રાજમાં 1.16 લાખ ગામ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક સાથે જોડાયા છે. પહેલાં દેશમાં કુલ 77 પાસપોર્ટ સેન્ટર હતા હવે તે વધીને 505 થઈ ગયા છે. તેલંગાણામાં તેની સંખ્યા 4થી વધીને 19 થઈ ગઈ છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે, બાલાકોટ એર સ્ટ્રાઈક પર એ  લોકો જ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે જેમને વડાપ્રધાન પર વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે, આ મામલે ભારતે લીધેલા પગલાંના સમગ્ર દેશે વખાણ કર્યા છે. ઘણાં દેશના નેતાઓએ વડાપ્રધાનને ફોન કર્યા છે.

તેમનું કહેવાનું હતું કે, 2008ના મુંબઈ હુમલા પછી તે સમયની યુપીએ સરકારે કડક પગલાં લેવાની જરૂર હતી. વિપક્ષ સતત સરકાર પર પ્રહાર કરી રહ્યા છે કે, તેઓ બાલાકાટ હુમલાને ચૂંટણીમાં કેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે, પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનને સમગ્ર દુનિયામાં એકલુ પાડી દીધું છે. એટલે સુધી કે ઈસ્લામિક દેશોમાં પણ પાકિસ્તાનના સંબંધો પહેલાં જેવા નથી. તેમનું કહેવું છે કે, મોદીની વિદેશ મુલાકાતોના કારણે ભારતને આ સફળતા મળી છે.

તેમણે કહ્યું છે કે, 1996માં પણ ભારતને ઓઆઈસીની કોન્ફરન્સમાં આમંત્રણ આપ્યું છે. પરંતુ પાકિસ્તાનના વિરોધના કારણે ભારતે તેમાં ભાગીદારી સુદ્ધા કરી નથી. જ્યારે ઓઆઈસીની 50મી વર્ષગાંઠ પર આ વર્ષે ભારતે જોરદાર રીતે હાજરી નોંધાવી હતી. પાકિસ્તાને વિરોધ કર્યો પરંતુ ઈસ્લામિક દેશોએ તેમની એક પણ વાત સાંભળી નહતી.

અન્ય સમાચારો પણ છે...