રાજકારણ / ખાખી અંડરવેરવાળી ટિપ્પણી પર આઝમ ખાન વિરૂદ્ધ FIR, જયાપ્રદાએ કહ્યું શું માતા-પત્ની માટે આવું જ બોલો છો?

divyabhaskar.com | Updated - Apr 15, 2019, 11:55 AM

  • સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને નેતા જયા પ્રદા વચ્ચે ચાલતા ઝઘડામાં હવે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પણ આવી ગયા છે
  • સુષમા સ્વરાજે સોમવારે સવારે ટ્વિટ કરીને આઝમ ખાનના નિવેદનનો વિરોધ કર્યો છે

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સીનિયર અને રામપુરના ઉમેદવાર આઝમ ખાનના નિવેદનનો વિવાદ સતત વધી રહ્યો છે. બીજેપી નેતા જયા પ્રદા વિશે તેમણે કરેલી અમર્યાદિત ટીપ્પણીના કારણે હવે તેમની સામે કેસ નોંધાઈ ગયો છે. આઝામ ખાનના નિવેદનને ધ્યાનમાં લઈને સ્થાનિક મેજિસ્ટ્રેટે તેમની સામે કેસ નોંધી દીધી છે. જ્યારે મહિલા આયોગ દ્વારા પણ આઝમ ખાનને નોટિસ ફટકારવામાં આવી છે. સુષમા સ્વરાજે પણ આજે સવારે ટ્વિટ કરીને આઝમ ખાન ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સુષમા સ્વરાજે ટ્વિટર પર લખ્યું છે કે, મુલાયમ સિંહ મૌન રહેવાની ભૂલ ન કરે.

શું તેમના ઘરમાં મા કે પત્ની નથી- જયા પ્રદા

રામપુરથી બીજેપી સીટના ઉમેદવાર જયા પ્રદાએ પણ આઝમ ખાનના નિવેદનનો જવાબ આપ્યો છે. જયા પ્રદાએ કહ્યું છે કે, શું તેમના ઘરમાં મા કે પત્ની નથી, કે તેઓ આ રીતે નિવેદન આપી રહ્યા છે. જયા પ્રદાએ એવું પણ કહ્યું છે કે, તેઓ આઝમ ખાનના આવા નિવેદનથી ડરીને રામપુર છોડી દે તેમ નથી. જયા પ્રદાએ કહ્યું છે કે, તેમણે મારા માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે શબ્દો તે પોતાના મોઢે કહી જ નહીં શકે અને કહેવા પણ નથી માગતા. તેમણે કહ્યું કે, આ વ્યક્તિ ક્યારેય નહીં સુધરે અને આ વખતે તો તેમણે તમામ હદો પાર કરી દીધી છે.

મુલાયમ સિંહ મૌન ના રહે: સુષમા સ્વરાજ

સુષમા સ્વરાજે સોમવારે સવારે ટ્વિટ કર્યું છે કે, મુલાયમ ભાઈ તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રોપદીનું ચીરહરણ થઈ રહ્યું છે. તમે ભીષ્મની જેમ મૌન રહેવાની ભૂલ ન કરતા. સુષમા સ્વરાજે તેમના ટ્વિટમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્ની ડિમ્પલ યાદવ અને જયા બચ્ચનને પણ ટેગ કર્યા છે.

શું કહ્યું હતું આઝમ ખાને?: રામપુરમાં પોતાના સંબોધન દરમિયાન આઝમ ખાને નામ લીધા વગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જયા પ્રદા પર આકરા પ્રહાર કર્યા હતા. આઝમ ખાને કહ્યું હતું કે, જેને અમે આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેમને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો... તેમની અસલીયત ઓળખવામાં તમને 17 વર્ષ લાગ્યા. હું 17 દિવસમાં જ ઓળખી ગયો હતો કે તેમની અંડરવેર ખાખી રંગની છે.

પછી આઝમ ખાને કર્યો ખુલાસો: જોકે આ નિવેદનથી વિવાદ વધતા આઝમ ખાને ખુલાસો કર્યો છે કે, તેમણે તેમના સંબોધનમાં કોઈનું નામ નથી લીધું. જો કોઈ તે સાબીત કરી દે કે તેમણે કોઈનું નામ લઈને જ પ્રહાર કર્યા છે તો તેઓ ચૂંટણી નહીં લડે.

પહેલાં પણ થતા હતા આક્ષેપ-પ્રતિ આક્ષેપ: સમાજવાદી પાર્ટીના નેતાના આ નિવેદનની દરેક બાજુ નિંદા થઈ રહી છે. રાષ્ટ્રીય મહિલા પંચે પણ સમાજવાદી પાર્ટીને આ મામલે નોટિસ મોકલવાનું વિચારી રહ્યા છે. નોંધનીય છે કે, આઝમ ખાન અને જયા પ્રદામાં ઘણાં સમયથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. આ પહેલાં જયા પ્રદાએ આરોપ લગાવ્યો હતો કે, જેને અમે ભાઈ કહેતા હતા તે મને નાચવાવાળી કહી રહ્યા છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App