ભારત-પાક / આતંક-વાતચીત સાથે સાથે નહીં, ઈમરાન એટલા ઉદાર છે તો મસૂદ અઝહર અમને સોંપી દે: સુષમા સ્વરાજ

divyabhaskar.com

Mar 14, 2019, 10:25 AM IST
sushma swaraj asks pakistan pm imran khan to handover masood azhar to india

  • વિદેશ મંત્રીએ કહ્યું, જ્યાં સુધી પાકિસ્તાન તેમની જમીન પર આતંકીઓ અને આતંકી અડ્ડાઓ ઉપર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ભારત તેમની સાથે કોઈ વાતચીત નહીં કરે

નવી દિલ્હી: વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું છે કે, પાકિસ્તાન જ્યાં સુધી તેમની જમીન પર ચાલતી આતંકી પ્રવૃતિઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત કરવામાં નહીં આવે. તેમણે વાતચીતની સાથે સાથે આતંકવાદ નહીં ચલાવી લેવામાં આવે તે વાત પર જોર આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એટલા જ ઉદાર છે તો મસૂદ અઝહર અમને સોંપી દે.

'ઈન્ડિયાઝ વર્લ્ડ મોદી ગવર્મેન્ટ ફોરેન પોલિસી'માં વાતચીતમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાને આઈએસઆઈ અને તેમની સેના પર નિયંત્રણ કરવાની જરૂર છે. તે લોકો જ વારંવાર દ્વીપક્ષીય સંબંધો ખરાબ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે સુષમા સ્વરાજે કહ્યું કે, અમે આતંકવાદ વિરુદ્ધ વાતચીત નથી ઈચ્છતા સીધી કાર્યવાહી જ ઈચ્છીએ છીએ. આતંક અને વાતચીત સાથે સાથે ન થઈ શકે. સુષમા સ્વરાજને ભારત દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલી ભારતીય હવાઈ કાર્યવાહી અને પાકિસ્તાનના વળતા હુમલા વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો. તે વિશે તેમણે કહ્યું હતું કે, ભારતે ખાસ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને ટાર્ગેટ કર્યા હતા. તેમણે કહ્યું કે, જૈશ તરફથી પાકિસ્તાની સેનાએ આપણાં પર હુમલો કેમ કર્યો? તમે જૈશને તમારી જમીન પર પાળવાની સાથે સાથે તેમને ફંડ પણ આપી રહ્યા છો અને જ્યારે પીડિત દેશ પ્રતિરોધ કરે ત્યારે તમે આતંકી સંગઠન તરફથી તેમના પર હુમલો પણ કરો છો.

સુષમા સ્વરાજે કહ્યું કે, જો ઈમરાન ખાન એટલા જ ઉદાર છે તો તેમણે મસૂદ અઝહરને અમને સોંપી દેવો જોઈએ. વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતના પાકિસ્તાન સાથે પાડોશી દેશ તરીકે સારા સંબંધો થઈ શકે છે પરંતુ તેમણે તેમની જમીન પર આતંકી સમુહો સામે કાર્યવાહી કરવી પડશે.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું કે, પુલવામા હુમલા પછી તેમણે ઘણાં દેશોને જણાવ્યું હતું કે, ભારત, પાકિસ્તાન સાથેના સંબંધો બગડવા નહીં દે પરંતુ તે દેશમાંથી કોઈ પણ હુમલો થયો તો ભારત ચુપ નહીં રહે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને ચિંતા છે કે, ભારત સ્થિતિને ખરાબ કરી દેશે અને આ મુદ્દે ઘણાં વિદેશ મંત્રીઓ સાથે તેમને વાતચીત પણ થઈ હતી.

સુષમા સ્વરાજે કહ્યું તે, મને વિદેશ મંત્રીઓના ફોન આવે છે. જેઓ સૌ પ્રથમ પુલવામા હુમલા વિશે આઘાત પ્રગટ કરે છે, પછી એક જૂથતાની વાત કરે છે અને ત્યારપછી ધીમેથી કહે છે કે, અમને લાગે છેકે, ભારત સ્થિતિને ખરાબ નહીં થવા દે. સ્વરાજે કહ્યું કે, ત્યારે મારો જવાબ હોય છે કે, નહીં. આ વિશે હું તમને વિશ્વાસ અપાવું છું કે, ભારત સ્થિતિને ખરાબ નહીં થવા દે. પરંતુ કોઈ પણ આતંકી હુમલો થયો તો અમે ચુપ નહીં બેસીએ.

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશનની બેઠકમાં મળેલા આમંત્રણ વિશે તેમણે કહ્યું કે, ભારત આ મામલે ખૂબ વિનમ્ર છે કે આપણને ગેસ્ટ ઓફ ઓનરનો દરજ્જો આપવામાં આવ્યો.

X
sushma swaraj asks pakistan pm imran khan to handover masood azhar to india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી