તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઉદી પ્રિન્સ સાથે મુલાકાતના દિવસે જ મોદીએ એરસ્ટ્રાઇક્સને ગ્રીન સિગ્નલ આપી હતી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
19 તારીખે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતની મુલાકાતે આવ્યા હતા. (ફાઇલ) - Divya Bhaskar
19 તારીખે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતની મુલાકાતે આવ્યા હતા. (ફાઇલ)
 • 25મીએ પાકિસ્તાનના વડાપ્રધાનની અપીલ - શાંતિને એક તક આપો, મોદીનો જવાબ- હવે એક પણ તક નહીં!  

નેશનલ ડેસ્કઃ 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં 44 જવાનોની શહીદી બાદ ભારતે 13 દિવસ બાદ આજે 26મી તારીખે બદલો લઇ લીધો. ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલા પછી આજે મંગળવારે વહેલી સવારે પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. 21 મિનિટ ચાલેલી આ સર્જિકલ સ્ટ્રાઇલમાં ભારત તરફથી 200થી 300 આતંકીઓને ઠાર કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઓપરેશનમાં 12 મિરાજ ફાઇટર જેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

પુલવામા હુમલાના બીજાં દિવસે 15 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભા સંબોધતી વખતે જ સેનાને છૂટો દોર આપી દીધો છે તેવું કહ્યું હતું. 15 તારીખે જ આ હુમલાનું ડોઝીયર તૈયાર કરી દેવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સે 5 એવા સ્થળો પસંદ કર્યા હતા જ્યાં સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી શકાય. 

ડોઝીયરની ચર્ચા સમયે મોદીએ સેનાને સુચના આપી હતી કે, તેઓ 10થી 15 માઇલથી વધારે અંદર ના જાય. આ ડોઝીયર તૈયાર થયા બાદ સેનાએ 10 દિવસનો સમય માંગ્યો હતો. આજે 26 તારીખે એ સમય પૂર્ણ થયો હતો અને ભારતીય એરફોર્સે વહેલી સવારે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી.  

19 તારીખે એટલે કે, સાઉદી ક્રાઉન પ્રિન્સની મુલાકાતના દિવસે જ મોદીએ ડોઝીયરને ગ્રીન સિગ્નલ આપી દીધું હતું. 19 તારીખે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતની મુલાકાતે આવ્યા હતા.  સાઉદી ક્રાઉન પ્રિન્સને વેલકમ કરવા માટે નરેન્દ્ર મોદી પોતે એરપોર્ટ ગયા હતા. ડોઝીયરને મંજૂરીના એક દિવસ બાદ એટલે કે, 21 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ કોરિયાની મુલાકાતે નિકળી ગયા હતા. 

પુલવામા હુમલા બાદ ભારતથી ડરી ગયેલા પાકિસ્તાનની બોર્ડર પર પણ હલચલ જોવા મળી હતી. 25 તારીખે પાકિસ્તાનના ઇમરાન ખાને મોદીને કહ્યું હતું કે, શાંતિને એક તક આપો. જેના જવાબમાં મોદીએ સ્પષ્ટ રીતે જ 'હવે એક પણ તક નહીં' તેવું કહી 26મીએ જ એરસ્ટ્રાઇક કરી દીધી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો