સુનાવણી / મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ આપવાની માગ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો

Divyabhaskar

Apr 16, 2019, 01:49 PM IST
Supreme Court issues notice to the Centre on a plea seeking direction that Muslim women be allowed to enter mosques
X
Supreme Court issues notice to the Centre on a plea seeking direction that Muslim women be allowed to enter mosques

  • કોર્ટે નેશનલ કમીશન ફોર વુમેન, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને પણ નોટિસ
  • પુણે નિવાસી અરજકર્તાએ મુસ્લિમ દંપત્તીએ કહ્યું- મસ્જિદમાં જવું અને નમાઝ અદા કરવી તેમનો મૌલિક અધિકાર


નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશની મંજૂરીને લઈને થયેલી અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટે નેશનલ કમીશન ફોર વુમેન, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને નોટિસ આપી છે. કોર્ટે 4 અઠવાડીયામાં જવાબ આપવાનું કહ્યું છે.
 
પુણેના મુસ્લિમ દંપત્તીએ અરજી દાખલ કરી હતી
1.પુણેના રહેવાસી મુસ્લીમ દંપતીએ અરજીમાં જણાવ્યું છે કે, મસ્જિદોમાં જવું અને નમાઝ અદા કરવી એ તેમનો હક છે. તેમણે કહ્યું કે, મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો ગેરકાયદે અને ગેરબંધારણીય છે. 
2.અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કુરાનમાં ક્યાંય પણ આ પ્રકારનો ઉલ્લેખ નથી કરાયો કે મહિલાઓ મસ્જિદમાં પ્રવેશી ન શકે. મહિલા અને પુરુષને મસ્જિદમાં જવાનો અને નમાઝ અદા કરવાનો પુરેપુરો હક છે. વર્તમાનમાં મહીલાઓને જમાત-એ-ઈસ્લામી અને મુજાહિદ સંપ્રદાય હેઠળ મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટેની પરવાનગી છે. પરંતુ સુન્ની ગુટમાં આ અધિકાર નથી અપાયો. 
 
3.મુસ્લિમ સમુદાયમાં મસ્જિદની અંદર મહીલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે, તેમને પરવાનગી નથી કે તેઓ મસ્જિદમાં જઈને પ્રાર્થના કરી શકે. એક વર્ગના કહ્યાં પ્રમાણે આ નિર્ણય એક દમ ખોટો છે. તેના પર પ્રતિબંધ લગાડવો જોઈએ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી