તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Subramanian Swamy Plea To Supreme Court For Right To Pooja On Disputed Land, SC Said, Stay Present Tomorrow

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામીની અપીલ- વિવાદીત જમીન પર પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ, સુપ્રીમ કોર્ટ કહ્યું- કાલે હાજર રહેજો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સુપ્રીમ કોર્ટમાં મંગળવારે અયોધ્યા વિવાદ વિશે સુનાવણી થવાની છે
 • 2010માં આવેલા અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ 14 અરજીઓ વિશે સુનાવણી થવાની છે

નવી દિલ્હીઃ અયોધ્યા મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ પહેલાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે આ સંબંધે વધુ એક અરજી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે અયોધ્યામાં વિવાદિત જમીન પર તેમને પૂજા કરવાનો અધિકાર છે અને તે તેને મળવો જોઈએ. સ્વામીએ આ અરજી પર જલદીથી સુનાવણીની અપીલ કરી છે. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે તેમને કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે પણ સ્વામીને અયોધ્યા કેસની સુનાવણીમાં વારંવાર દખલગીરી માટે ફટકાર લગાવી ચૂક્યા છે. કોર્ટે કહ્યું હતું કે, આ વિવાદમાં માત્ર પક્ષકારને જ તેમની વાત રજૂ કરવાનો અધિકાર છે. સ્વામીએ આ વખતે અલગથી અરજી દાખલ કરી હતી. તેથી બેન્ચે તેની સુનાવણી યોગ્ય ગણાવી.

અલાહાબાદ હાઈકોર્ટે 2010માં તેમના નિર્ણયમાં અયોધ્યાની 2.88 એકર વિવાદીત જમીન ત્રણેય પક્ષકાર (સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લામાં) એક સરખે ભાગે વહેંચી હતી. આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ થઈ છે.

આ 14 અરજીઓ વિશે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ મંગળવારે સુનાવણી કરવાની છે. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસએ નઝીર સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો