તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bad Weather, Snowfall In Himachal,Uttarakhand And Kashmir, Cold Wind In Punjab To MP

હવામાન બગડ્યું: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષા, દિલ્હીમાં ધુમ્મસ છવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરમાં હિમવર્ષા - Divya Bhaskar
કાશ્મીરમાં હિમવર્ષા
  • દિલ્હીમાં રવિવારે વરસાદ થયા પછી સોમવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું
  • દિલ્હીથી આવતી 13 ટ્રેન લેટ

નેશનલ ડેસ્ક: જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બારે બરફવર્ષાના કારણે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. હિમાચલના શિમલા, મનાલી, કિન્નૌક અને ડલહૌજી સહિત ઘણાં વિસ્તારોમાં રવિવારે ભારે બરફવર્ષા થઈ હતી. બીજી બાજુ જમ્મુમાં વૈષ્ણવદેવી મંદિરના પહાડો ઉપર પણ ભારે બરફવર્ષા થઈ હતી. ઉત્તરાખંડમા મસૂરીના ઘનૌટી અને સુરકંડા વિસ્તારોમાં રવિવારે બરફવર્ષા થઈ હતી અને જે સોમવારે પણ ચાલુ હતી. 

 

દિલ્હીમાં રવિવારે થયેલા વરસાદ પછી સોમવારે ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. તેના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી જનારી મોટાભાગની ફ્લાઈટ લેટ ઉડાન ભરી રહી છે. આ ઉપરાંત દિલ્હીથી પસાર થતી 13 ટ્રેન પણ લેટ ચાલી રહી છે. 

 

ઉત્તરાખંડના પહાડો પર બરફની ચાદર છવાઈ


સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે અમુક વિસ્તારોમાં વરસાદ અને સ્નોફોલ થયો હતો. ઉધમસિંહ નગર, હરિદ્વાર, હેમકુંડ સાહેબ અને ઔલીમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. રવિવારે મસૂરીમાં લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી, ઉત્તરકાશીમાં 3 ડિગ્રી, અલમોડામાં 2.3 ડિગ્રી અને મુત્કેશ્વરમાં 3.1 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. રાજ્યમાં પિથૌરાગઢમાં તાપમાન 1.4 ડિગ્રી તાપમાન નોંધવામા આવ્યું હતું. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે યમુનોત્રી અને ગંગોત્રી હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. 

 

ઉત્તરપ્રદેશ- ઠંડા પવનના કારણે તાપમાન 5 ડિગ્રી ઘટ્યું

 

ઉત્તરાખંડમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. લખનઉ સહિત ઘણાં શહેરોમાં રવિવારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારે રાજ્યના અમુક ભાગનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહ્યું હતું પરંતુ ઠંડા પવનના કારણે હવામાન બગડ્યું હતું. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં 10 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાતો હતો. 

 

મધ્યપ્રદેશ- દિવસ-રાતના તાપમાનમાં અંતર વધ્યું


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનમાં શરૂ થયું ચક્રવાત હરિયાણા તરફ જતુ રહ્યું છે અને તેના કારણે ઉત્તર તરફ પવન વધ્યો છે. આ જ કારણથી મધ્યપ્રદેશમાં રાતનું તાપમાન વધ્યું હતું પરંતુ દિવસનું તાપમાન ઘટ્યું હતું. ભોપાલમાં સવારે ધુમ્મસ છવાયુ હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શહેરમાં સવારે સાડા છ વાગે ઝીરો વિઝિબિલિટી રહી હતી.  

 

હરિયાણા- નારનૌલામાં 3.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું


પંજાબ અને હરિયાણામાં પણ શીતલહર જોવા મળી હતી. હરિયાણાના નારનૌલમાં રવિવારે લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. 

 

અન્ય સમાચારો પણ છે...