સફળતા / ખાલિસ્તાન સમર્થક જૂથનો દાવો- PAKએ મોદી સરકારના કહેવાથી 'રેફરેંડમ 2020' અભિયાન પર પ્રતિબંધ લગાવ્યો

sikh khalistan group claimed pakistan banned their campaign on modi government behest

  • પાકિસ્તાન અધિકારીઓએ ભાગલાવાદી સંગઠન ' શીખ ફોર જસ્ટિસ ગ્રૂપ'ને ગુરુદ્વારા પંજા સાહિબમાં પોસ્ટર લગાવતા રોક્યા
  • એસએફજેએ પાકિસ્તાની સેના અને આઈએસઆઈ પર તેમનું અભિયાન કચડવાનો આરોપ લગાવ્યો

divyabhaskar.com

Apr 15, 2019, 01:53 PM IST

ચંદીગઢ: ભાગલાવાદી સમર્થક ગ્રૂપ શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ દાવો કર્યો છે કે, પાકિસ્તાને મોદી સરકારના કહેવાથી તેમના અભિયાન ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. એસએફજે સંગઠન જનમત સંગ્રહની માગણી લઈને રેફરેંડમ ટીમ 2020 અભિયાન ચલાવી રહ્યા હતા. એસએફજેના કાયદાકીય સલાહકાર ગુરપતવંત સિંહ પન્નુનના જણાવ્યા પ્રમાણે, સોમવારે ગ્રૂપના કાર્યકર્તા હસન અબ્દલ ત્યાં આવેલા ગુરુદ્વારા પંજા સાહિબમાં પોસ્ટર લગાવી રહ્યા હતા. તે દરમિયાન જ અધિકારીઓએ હસ્તક્ષેપ કરીને તેમને રોક્યા હતા.

રિપોર્ટ્સ પ્રમાણે, ખાલસા સજના દિવસ (ખાલસા પંતની સ્થાપના આ દિવસે થઈ હતી)ના 320માં વર્ષે ભારતથી હજારો શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન પહોંચ્યા હતા. ખાલિસ્તાનના પક્ષકાર ઘણાં કાર્યકર્તા પણ તેમના અભિયાનને સમર્થન આપવા એપ્રિલના પહેલા સપ્તાહમાં અમેરિકા અને યુરોપથી પાકિસ્તાન પહોંચ્યા હતા. જોકે જ્યારે કાર્યકર્તાઓ પંજા સાહિબમાં પોસ્ટર લગાવી રહ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. તેમની સાથે જ રેફરેંડમ 2020 માટે સ્વયંસેવકોનું રજિસ્ટ્રેશન પણ રોકી દેવામાં આવ્યું હતું.

મોદીની આગળ ઝૂક્યા ઈમરાન અને બાજવા: પન્નુને કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને આર્મી ચીફ કમર જાવેદ બાજવા પોતાની જાતને શીખ ધર્મના સમર્થક તરીકે રજૂ કરતા હતા. જોકે હાલ બંનેએ મોદી સરકારના પ્રેશરમાં આવીને આ અભિયાન પર પ્રતિબંધ મુક્યો છે. પન્નુને કહ્યું છે કે, ભારત તરફથી યુદ્ધની ધમકીઓ વચ્ચે તેમણે પાકિસ્તાનને સમર્થન જાહેર રાખ્યું પરંતુ પાકિસ્તાની સેના અને ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈએ શીખ સમુદાયના આંદોલનને કચડી નાખ્યું.

X
sikh khalistan group claimed pakistan banned their campaign on modi government behest
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી