દિલ્હી / ભાજપના હેડકર્વાટરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેંકાયુ

Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conference

  • ભાજપ મુખ્યાલયમાં જૂતા ફેંકવાની આ પહેલી ઘટના

  • કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ પર પાર્ટી હેડકવાર્ટરમાં 2009માં જૂતું ફેંકાય હતું

DivyaBhaskar.com

Apr 18, 2019, 03:34 PM IST

નવી દિલ્હીઃ ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક વ્યક્તિએ જૂતું ફેંક્યુ. આ પહેલી વખત છે જ્યારે ભાજપ કાર્યાલયમાં આવી ઘટના ઘટી હોય. મળતી માહિતી મુજબ જીવીએલ પ્રેસ કોન્ફરન્સમાં ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી અંગે વાત કરી રહ્યાં હતા.

જૂતા ફેંકનારની ધરપકડઃ ઘટના પછી જૂતું ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને તેને કોન્ફરન્સ રૂમમાંથી બહાર લઈ જવામાં આવ્યો. આરોપી યુવકની ઓળખ ડો. શક્તિ ભાર્ગવ તરીકે થઈ છે. સૂત્રો મુજબ યુવકે જણાવ્યું કે આ ભોપાલથી માલેગાંવ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપવાથી નારાજ હતા.

જીવીએલએ આ હુમલાને કોંગ્રેસથી પ્રભાવિત ગણાવ્યોઃ જીવીએલએ ઘટનાની નિંદા કરતા કહ્યું કે આ કોંગ્રેસથી પ્રભાવિત એક વ્યક્તિનો હુમલો છે. જો કે તેઓએ પ્રેસ કોન્ફરન્સ રોકી ન હતી અને પત્રકારોને બેસી રહેવાનું કહ્યું હતું. તેઓે કહ્યું કે હુમલાખોરે કોંગ્રેસની માનસિકતા દર્શાવી છે. આ દરમિયાન ભાજપના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ પણ ત્યાં હાજર હતા.

કોણ છે ભાજપના નેતા પર હુમલો કરનાર?: ભાજપના પ્રવક્તા નરસિમ્હા પર જૂતું ફેંકનાર શક્તિ ભાર્ગવ અંગે ચોંકાવનારી વિગત સામે આવી છે. શક્તિ ભાર્ગવે બેનામી સંપત્તિ અને અઘોષિત આવકથી જોડાયેલી આવકવેરા વિભાગની તપાસનો સામનો કરી રહ્યાં છે. જાણકારી મુજબ શક્તિ ભાર્ગવે 3 બંગલા ખરીદ્યાં હતા, જેના માટે તેઓએ પોતાના ખાતામાંથી 11.5 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. આ બંગલો શક્તિ ભાર્ગવે પોતાની પત્ની અને બાળકો તેમજ સંબંધીઓના નામે ખરીદ્યો હતો. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ 2018માં ત્રણ દિવસ ચાલેલા સર્ચ ઓપરેશનમાં શક્તિ ભાર્ગવના ઠેકાણાંઓ પરથી 28 લાખ રૂપિયા કેશ અને 50 લાખ રૂપિયાની કિંમતી જ્વેલરી જપ્ત થઈ હતી. પૂછપરછ દરમિયાન શક્તિ ભાર્ગવ 10 કરોડથી વધુની રકમની કમાણીનો સ્ત્રોત પણ જણાવી શક્યા ન હતા.

2009માં પી ચિદમ્બરમ પર જૂતું ફેંકાયુ હતું: આ પહેલાં 2009માં કોંગ્રેસ નેતા અને તત્કાલીન ગૃહમંત્રી પી ચિદમ્બરમ પર નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં જૂતું ફેંકાયુ હતું. જો કે ઘટના પછી કોંગ્રેસે આ અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી. જૂતું ફેંકનાર વ્યક્તિ પત્રકાર હતો.

X
Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conference
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી