પક્ષપલટો / સોનિયા ગાંધીના ખાસ વડક્કન અને TMC નેતા અર્જુન સિંહની BJPમાં એન્ટ્રી, ખંડૂરીના પુત્ર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

Divyabhaskar

Mar 14, 2019, 05:32 PM IST
ટોમ વડક્કન
ટોમ વડક્કન
X
ટોમ વડક્કનટોમ વડક્કન

  • ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીનાં પુત્ર મનીષ ખંડૂરી પણ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છેઃ સૂત્રો 
  • કોંગ્રેસની વંશવાદની રાજનીતિથી પરેશાન થઈ ચુક્યો છુઃ ટોમ વડક્કન 

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે. ગુરુવારે કોંગ્રેસના દિગજ્જ નેતા ટોમ વડક્કન અને TMCના નેતા અર્જુનસિંહ  ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. વડક્કને કહ્યું કે મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. પુલવામા હુમલા બાદ તેઓ કોંગ્રેસના સેના પ્રત્યેના વલણના કારણે ઘણા દુઃખી હતા.જેના કારણે તેમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. તો બીજી બાજુ સૂત્રોની માહિતી પ્રમાણે ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીના પુત્ર મનીષ ખંડૂરી પણ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. 
 
ટોમ વડક્કન સોનિયા ગાંધીના અંગત વ્યક્તિ હતા
1.ટોમ વડક્કન સોનિયા ગાંધીના અંગત વ્યક્તિ ગણાતા હતા. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં વડક્કને કહ્યું કે, તેઓ કોંગ્રેસની વંશવાદની રાજનીતિથી પરેશાન થઈ ચુક્યા છે. જેનાથી કંટાળીને તેમને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત TMCના નેતા અર્જુન સિંહ પણ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા છે. 
 
વડક્કને પીએમ મોદીની પ્રશંસા કરી
2.ભાજપમાં જોડાયેલા ટોમ વડક્કને કહ્યું કે, તેઓ વડાપ્રધાનની વિકાસ નીતિથી ઘણા પ્રભાવિત છે. આ જ કારણે તેઓ ભાજપમાં જોડાવાથી ઘણા ખુશ છે. આ દરમિયાન તેમણે બીજેપી અધ્યક્ષ અમિતશાહના પણ વખાણ કર્યા હતા. તેમને વધુમાં કહ્યું કે, હવે વાત વિચારધારાઓની નહી પણ દેશપ્રેમની છે. 
મનીષ ખંડૂરીની કોંગ્રેસમાં સામેલ થવાની સંભાવનાઓ
3.સૂત્રો પ્રમાણે, ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીનાં પુત્ર મનીષ ખંડૂરી કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવનાઓ છે. મનીષ પૌઢી ગઢવાલથી ચૂંટણી લડી શકે છે. 16મી માર્ચનાં રોજ દહેરાદૂનમાં યોજાનારી રાહુલગાંધીની રેલીમાં આ અંગેની જાહેરાત થઈ શકે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી