તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, ગેર વિવાદિત જમીનો અને પૂજાના અધિકાર પર પણ ચર્ચા થઈ શકે છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 2010માં આવેલાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ 14 અરજી પર સુનાવણી થશે
 • કોર્ટમાં સુનાવણીમાં કેન્દ્રની અરજીને પણ સામેલ કરવામાં આવી, જેમાં ગેર વિવાદિત જમીનને તેના માલિકોને સોંપવાની માગ
 • કોર્ટે સ્વામીને સુનાવણી દરમિયાન હાજર રહેવાનું કહ્યું છે

નવી દિલ્હીઃ સમય બચાવવા માટે શું અયોધ્યા વિવાદને મધ્યસ્થની પાસે મોકલવામાં આવી શકે છે, તે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ 5 માર્ચે કરશે. મંગળવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પોતાની નજર હેઠળ મધ્યસ્થની મદદથી વિવાદના સમાધાન અંગે સહમતી દાખવી છે. કોર્ટે કહ્યું કે એક ટકા ચાન્સ હોવા પર પણ મધ્યસ્થની મદદથી મામલાનું સમાધાન લાવવાના પ્રયાસો કરવા જોઈએ. 

 

આ પહેલાં ચીફ જસ્ટિસે અયોધ્યા કેસમાં જોડાયેલાં દસ્તાવેજોના અનુવાદ રિપોર્ટ પર તમામ પક્ષોનો મત માગ્યો. એક પક્ષ તરફથી રજૂ થયેલાં વકીલ રાજીવ ધવનનું કહેવું છે કે અનુવાદનો કોપીઓની તપાસ કરવા માટે તેઓને 8થી 12 અઠવાડીયાનો સમય જોઈએ. રામલલ્લા તરફથી રજૂ એસ વૈધનાથને કહ્યું કે ડિસેમ્બર 2017માં તમામ પક્ષોએ દસ્તાવેજના અનુવાદનો રિપોર્ટ તપાસ્યાં બાદ સ્વીકાર કર્યો હતો ત્યારે બે વર્ષ પછી સવાલ કેમ ઉઠાવી રહ્યાં છે? 

 

14 અપીલો પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: સુપ્રીમ કોર્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2010ના ચુકાદા વિરૂદ્ધ દાખલ 14 અપીલો પર થઈ રહી છે. કોર્ટે સુનાવણીમાં કેન્દ્રની તે અરજીને પણ સામેલ કરી છે જેમાં સરકારે બિન વિવાદિત જમીનને તેમના માલિકોને પરત આપવાની માગ કરી છે. સોમવારે કોર્ટે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને પણ સુનાવણી દરમિયાન હાજર રહેવાનું કહ્યું હતું. સ્વામીએ અરજી દાખલ કરી કહ્યું હતું કે અયોધ્યામાં વિવાદિત જમીન પર તેમને પૂજા કરવાનો અધિકાર છે અને તે તેને મળવો જોઈએ. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો