બાયોપિક / સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ- પહેલાં મોદીની બાયોપિક જુઓ, ત્યારબાદ નિર્ણય કરો

SC tells EC, Watch Modi biopic and then decide, Joshi writes to EC
X
SC tells EC, Watch Modi biopic and then decide, Joshi writes to EC

  • ચૂંટણી પંચે શુક્રવારે પીએમ મોદીની બાયોપિકની રિલીઝને અટકાવી હતી 
  •  પંચે NTR લક્ષ્મી, પીએમ મોદી અને ઉદ્યમ સિંહ ફિલ્મને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવી

Divyabhaskar

Apr 15, 2019, 02:59 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી પર નિર્ણય લેતા પહેલા ફિલ્મ જોવા માટે કહ્યું છે. ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણી દરમિયાન આ ફિલ્મની રિલીઝ અટકાવી હતી. પંચે આદેશ આપતા કહ્યું હતું કે, એવી કોઈ પણ પ્રચારની સામગ્રી અથવા પોસ્ટર કે જે કોઈ ઉમેદવારની છબીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વધારે સારી બતાવતા કન્ટેન્ટને આચાર સંહિતા દરમિયાન ઈલેક્ટ્રોનિક મીડિયામાં ન બતાવવું જોઈએ.

1. પંચે ફિલ્મ જોયા વગર જ નિર્ણય લીધોઃ અરજદાર
પંચના આ નિર્ણય સામે ફિલ્મ નિર્દેશકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. નિર્દેશકોના વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ચૂંટણી પંચે ફિલ્મ જોયા વગર જ તેની રિલીઝને અટકાવી છે. 
 
2. મુરલી મનોહર જોશી ખોટા પત્રનો વિરોધ કરતા ચૂંટણી પંચના દરવાજે પહોંચ્યા
ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ સોમવારે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે, સોશયલ મીડિયા પર તેમના નામથી લાલકૃષ્ણ અડવાણીને લખેલી ચિઠ્ઠી વાઈરલ થઈ રહી છે. તેમણે કહ્યું કે આવો કોઈ પત્ર મેં લખ્યો નથી. તેમણે મામલાની તપાસ કરીને ઝડપી કાર્યવાહી કરવાની માગ કરી છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી