તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઠબંધનને અટકાવવા માટે મોદી સરકાર CBIનો દુરઉપયોગ કરી રહી છેઃ અખિલેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખનન કૌભાંડમાં અખિલેશ યાદવ સાથે પણ પુછપરછ થઈ શકે છે - CBI
  •  શનિવારે તપાસ એજન્સીઓએ ખનન ગોટાળામાં 12 સ્થળોએ છાપા માર્યા હતા

લખનઉઃ ઉત્તરપ્રદેશનાં ખાણ કૌભાંડમાં CBIના દોરડા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રવિવારે અવાજ ઉઠાવ્યો છે. હવે તપાસ એજન્સીઓ તેમની પણ પુછપરછ કરી શકે છે. અખિલેશે કહ્યું કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેનું ગઠબંધન રોકવા માટે મોદી સરકાર CBIનો દુરઉપયોગ કરી રહી છે. 

 

પ્રેસ કોન્ફરન્સમાં સપાનાં અધ્યક્ષ અખિલેશ યાદવે કોંગ્રેસને પણ આડે હાથે લીધી હતી. તેમણે કહ્યું કે, યુપીએનાં કાર્યકાળ દરમિયાન કોંગ્રેસે સીબીઆઈ સાથે મુલાકાત કરાવી હતી. અને હવે તે જ કામ NDA સરકાર કરી રહી છે. પરંતુ હું જવાબ આપવા માટે તૈયાર છું.  

અખિલેશે માયાવતી સાથેના ગઠબંધન પર વધુ જણાવ્યુ ન હતુ. તેમણે કહ્યું કે, અત્યારે કંઈ જ નહિ બોલુ, રાજ્યમાં ભાજપ સામે કોઈ ગઠબંધન ન થઈ શકે તે માટે  કેન્દ્ર સરકાર મારી પર CBI દ્વારા દરોડા પાડી રહી છે. નિષ્પક્ષતાનું અનુકરણ જાતે કરો. યાદ કરો, સુપ્રીમ કોર્ટે CBIને શું કહ્યું હતુ? પરંતુ અમે અમારો ઈરાદો બદલીશું નહિ. ટૂંક સમયમાં જ ગઠબંધન થઈ જશે. 

સીબીઆઈએ 5મી જાન્યુઆરીએ IAS બી.ચંદ્રકલાનાં લખનઉમાં આવેલા નિવાસ્થાન સહિત 12 સ્થળોએ છાપામારી કરી હતી. આ કાર્યવાહી 2012માં હમીરપુર ખાણ કૌભાંડનાં અંગે કરવામાં આવી છે. તે સમયે અખિલેશ યાદવ ખાણ ખનીજ મંત્રી પણ હતા. સીબીઆઈએ કહ્યું છે કે, તે સમયે જેટલા પણ મંત્રીઓ જવાબદાર હતા, તેમની તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...