તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Congress General Secretary Priyanka Gandhi Husband Robert Vadra Hint To Join Politics He Post On Facebook Account

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડ્રાએ આપ્યાં રાજકારણમાં આવવાના સંકેત, કહ્યું આરોપોમાંથી નીકળીને લોકોની સેવા કરીશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મની લોન્ડ્રિંગ, ગેરકાયદે જમીન પડાવી લેવી જેવા કેસમાં ED પૂછપરછ કરી રહી છે.
  • પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાને હાલમાં જ કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે.
નવી દિલ્હીઃ રોબર્ટ વાડ્રાએ રાજકારણમાં આવવાના સંકેત આપ્યાં છે. પોતાના ફેસબુક પોસ્ટ કરતાં તેઓએ લખ્યું કે એક વખત આરોપ-પ્રત્યારોપ ખતમ થઈ જાય બાદમાં લોકોની સેવા કરવા માગે છે. તેમની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાને હાલમાં જ કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. લોકસભા ચૂંટણી માટે રાહુલે તેમને પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે.

ફેસબુક પોસ્ટ પર વાડ્રાએ લખ્યું કે- વર્ષોમાં અર્જિત કરવામાં આવેલા અનુભવ અને સમજણને વ્યર્થ ન જવા દેવાય. મને લાગે છે કે તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે.  

વાડ્રાએ વધુમાં લખ્યું કે તેઓએ ઘણો સમય પ્રચાર માટે લગાવ્યો છે. દેશના અનેક ભાગમાં તેઓ ચૂંટણી સમયે ગયા પરંતુ ઉત્તરપ્રદેશ તેના માટે ઘણું મહત્વનું છે. અહીં લોકો માટે કામ કરીને નાના નાન બદલાવ લાવવા માંગુ છું જે લોકો માટે ફાયદાકારક હોય. 

હાલ વાડ્રા મની લોન્ડ્રિંગ અને ગેરકાયદેસર રીતે જમીન ખરીદવા જેવાં મામલે EDની તપાસનો સામનો કરી રહ્યાં છે. 49 વર્ષના વાડ્રાનો આરોપ છે કે દેશની પ્રવર્તમાન સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માટે મોદી સરકાર તેમના પર નિશાન સાધી રહી છે. 

તેમનું કહેવું છે કે હવે હકિકત સમજમાં આવી ગઈ છે. આ જ કારણ છે કે લોકો તેની પાસે આવીને પોતાની ભાવનાઓ વર્ણવે છે. લોકો સન્માન દાખવીને તેના માટે દુઆ કરે છે. તેમને ખબર છે કે આરાપો પાછળ કેવું ષડયંત્ર છે.

તેમનું કહેવું છે કે કાયદાનું સન્માન કરું છું. EDએ દિલ્હી અને રાજસ્થાનની ઓફિસમાં તેમને આઠ વખત બોલાવ્યાં હતા. વાડ્રાએ કહ્યું કે આ તમામ ઘટનાક્રમથી તેને ઘણું શીખવા મળ્યું છે. 

તેમનું કહેવું છે કે તેઓ અનેક સંસ્થાઓ થકી સમાજસેવાનું કામ કરે છે. તેમની ફેસબુક પોસ્ટ પણ તમામ એવી તસવીરોથી ભરેલી છે, જેમાં તેઓ સમાજસેવા માટે કામ કરતા જોવા મળે છે. તેમના નજીકના જગદીશ શર્મા પણ આ પ્રકારના ફોટો સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરે છે. 

વાડ્રાએ આ પહેલાં પણ રાજકારણમાં આવવાના સંકેત આપ્યાં હતા. તેઓ રાયબરેલી અને અમેઠીની મુલાકાતે પણ ગયા હતા. સૂત્રોનું કહેવું છે કે એક દશકા પહેલાં તેઓ ચૂંટણી લડવા માટે ઈચ્છુક પણ હતા, પરંતુ ત્યારે તેઓને રોકવામા આવ્યાં હતા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો