તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મમતા બેનર્જી પર IPS અધિકારીને આપધાત કરવા માટે ઉકસાવવાનો આરોપ, ભાજપે ધરપકડની માગ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • IPS ગત વર્ષે 31 ડિસેમ્બરે રિટાર્યડ થયા હતા, તેમણે નોટમાં ડ્યૂજ રોકવાનો પણ ઉલ્લેખ કર્યો હતો 
 • ભાજપ નેતા મુકુલ રોયે મમતાની ધરપકડ કરી સીબીઆઈ તપાસની માગ કરી છે
કોલકાતાઃ પશ્વિમ બંગાળનાં વરિષ્ઠ આઈપીએસ ગૌરવ દત્તનાં કથિત સુસાઈડ નોટમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ આવવાથી રાજનીતિ ગરમાઈ છે. મમતા પર આરોપ છે કે તેમને અધિકારીઓને સુસાઈડ કરવા માટે ઉશ્કેર્યા છે. આ મામલે ભાજપનાં નેતા મુકુલ રોય અને અધિકારીનાં પત્નીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. IPSની સુસાઈડ નોટ સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

1986 બેંચનાં આઈપીએસ ગૌરવે કથિત રીતે 19 ફેબ્રુઆરીનાં રોજ આત્મહત્યા કરી હતી. તેમને સુસાઈડ નોટમાં મુખ્યમંત્રી પર કંપલ્સરી વેઈટિંગ પર રાખીને તેમને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. ગત વર્ષે 31 ડિસેમ્બરેના રોજ રિટાયરમેન્ટ બાદ તેમને ડ્યૂઝ પણ આપવામા આવ્યુ ન હતુ. 

ભાજપ નેતા રોયે મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની અને મુખ્યમંત્રીની ધરપકડ અંગેની માગ કરી છે. સાથે જ આઈપીએસ એસોસિયેશન પાસે ગૌરવની આત્મહત્યાના કેસમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. 

 

મુકુલે કહ્યું કે, પશ્વિમ બંગાળનાં ઈતિહાસમાં આવું પહેલી વખત બન્યુ છે, જ્યારે કોઈ વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ આત્મહત્યા કરવી પડી અને જેનો આરોપ કોઈ સરકાર કે પાર્ટીનાં નેતાઓ પર લાગી રહ્યો છે.   

ગૌરવની પત્ની મંગળવારે જ્યારે તેના ઘરે પરત આવી ત્યારે તેમને પતિને ખૂનથી લથપથ હાલતમાં જોયા હતા. ગૌરવનાં હાથની નસ કપાઈ હતી. પત્ની તેમને તરત જ હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ગૌરવને બચાવી શકાયો ન હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો