તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Cabinet Stamp On Upper Cast Reservation Constitution Amendment Bill Will Introduced In Parliament

આરક્ષણ મામલે ઐતિહાસીક દિવસ, મોદીના ચૂંટણી દાવથી આજે સંસદમાં ફસાશે વિપક્ષ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી નોકરી અને શિક્ષણ ક્ષેત્રે સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા આરક્ષણ આપવામાં આવશે
  • બીજેપી-કોંગ્રેસે વ્હિપ જાહેર કરી દરેક સાંસદને હાજર રહેવા કહ્યું
  • લોકસભામાં તો એનડીએ સરકાર પાસે બહુમતી છે પરંતુ રાજ્યસભામાં વિપક્ષની સ્થિતિ મજબૂત

નવી દિલ્હી: આખરે વડાપ્રધાન મોદીએ લોકસભામાં પ્રવેશ કર્યો કે તરત ખરડા પરની ચર્ચા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી અને મતદાનનો આરંભ થયો. સદનમાં ઉપસ્થિત અન્ના દ્રવિડ પક્ષના સાંસદોએ ખરડો બતાવ્યો ન હોવાનું કારણ આગળ ધરીને મતદાનનો બહિષ્કાર કર્યો. મતદાનમાં ભાજપ અને કોંગ્રેસે એકસંપ દર્શાવ્યો. એથી સવર્ણોને આર્થિક અનામત આપવાની તરફેણમાં 323 મત પડ્યા જ્યારે 3 મત વિરુદ્ધમાં ગયા. હવે બુધવારે રાજ્યસભામાં આ ખરડો મૂકવામાં આવશે. જોકે કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળી રહે તો રાજ્યસભામાં પણ બિલ નિર્વિઘ્ને પસાર થઈ જાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે.

 

નોકરીઓ અને શૈક્ષેણિક સંસ્થાનોમાં સવર્ણોને આર્થિક આધારા પર 10% આરક્ષણ આપવા માટે લોકસભામાં ખરડો રજૂ કરાયો હતો. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે 124માં બંધારણ સંશોધન ખરડાને લોકસભામાં રજૂ કર્યો. ચર્ચાની શરૂઆત કરતાં તેઓએ કહ્યું, "આ 10% આરક્ષણ તમામ ધર્મના લોકો માટે છે. ખાનગી શૈક્ષેણિક સંસ્થાનોમાં પણ આ આરક્ષણ લાગૂ થશે." ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સવર્ણોને અનામત બંધારણની અવહેલના, આ બિલથી આંબેડકરનું અપમાન થયું છે.    

 

આ સાથે કોંગ્રેસ સાંસદ કેવી થોમસે કહ્યું- બિલનો વિરોધ નથી કરી રહ્યાં, પરંતુ અમારી માંગ છે કે આ પહેલાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની સમક્ષ મોકલાવું જોઈએ. આ મુદ્દે નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે- તમે આ બિલનું સમર્થન તો કરી રહ્યાં છો પણ અધૂરા મનથી, પૂરાં દિલથી કરો. જ્યારે આ બિલ ગરીબ સવર્ણોના પક્ષમાં છે તો કોમ્યુનિસ્ટે પણ તેનો વિરોધ ન કરવો જોઈએ. 

 

 

સુપ્રીમકોર્ટ વાંધો નહીં લે: ગેહલોત

 

લોકસભામાં ચર્ચાનું સમાપન કરતા સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતે કહ્યું કે સુપ્રીમકોર્ટની ન્યાયિક સમીક્ષામાં આ સુધારો ટકી નહીં શકે તેવી આશંકા ખોેટી છે. પહેલા જે પ્રયાસ કરાયા તેમાં બંધારણીય જોગવાઈ નહોતી કરાઈ. આ વખતે બંધારણીય સુધારો કરાયો છે આથી સુપ્રીમ કોર્ટ આ પરિવર્તન સ્વીકારી લેશે. 

 

 

 

 

અન્ય સમાચારો પણ છે...