તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ramrahim Verdict Live Update From Panchkula:heavy Police Force In Haryana,sirsa And Panchula

રામ રહીમ સાથે જોડાયેલા વધુ એક કેસનો આજે ચુકાદો, 16 વર્ષ પહેલાં પત્રકારની હત્યા થઈ હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્ટોબર 2002માં પત્રકાર રામચંદ્ર છત્રપતિ પર હુમલો થયો હતો, એક મહિના પછી મોત થયું હતું
  • રામ રહીમ મુખ્ય આરોપી, આ કેસમાં અન્ય ત્રણ લોકો ઉપર પણ આરોપ છે
  • સાધ્વી યૌન શોષણ મામલે રામ રહીમ 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે 

ચંદીગઢ: સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીતસિંહ રામ રહીમ સહિત 4ને દોષી જાહેર કર્યા છે. સજાનું એલાન 17 જાન્યુઆરીએ કરવામાં આવશે. રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા પ્રમુખ ગુરમીતસિંહને વીડિયો કોન્ફરન્સથી હાજર કરાયો હતો. આ ચુકાદાને ધ્યાનમાં રાખીને ડેરા સચ્ચા સૌદા, સુનારિયા જેલ અને વિશેષ અદાલતની બહારે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ પંજાબ અને હરિયાણા પોલીસને પણ એલર્ટ રાખવામાં આવી હતી. આ કેસમાં પણ જજ જગદીપ સિંહ જ ચુકાદો સંભળાવ્યો. આ જજે જ સાધ્વી યૌન શોષણ કેસમાં રામ રહીમને સજા સંભળાવી હતી. 

 

 

અન્ય સમાચારો પણ છે...