તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામમંદિરની ખબર નહિ, પરંતુ મંદિર જેવું જ બનશે અયોધ્યાનું રેલવે સ્ટેશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીમાં ચાલી રહેલા અયોધ્યા પર્વમાં અયોધ્યા રેલવે સ્ટેશનનું માળખું મૂકવામાં આવ્યુ છે.
  • ઓક્ટોબર 2020 સુધી આ સ્ટેશન તૈયાર થઈ જશે


નવી દિલ્હીઃ અયોધ્યામાં હાલ દેશભરમાં ચર્ચિત રામમંદિર પર હજુ તો સુપ્રીમ કોર્ટનો કોઈ નિર્ણય આવ્યો નથી. પરંતુ હવે રામમંદિર બને કે ન બને પણ, રામમંદિર જેવું જ રેલવે સ્ટેશન ઓક્ટોબર, 2020 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. આ રેલવે સ્ટેશનનાં માળખાને દિલ્હીનાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં ચાલી રહેલા અયોધ્યા પર્વમાં દર્શાવવમાં આવ્યુ છે. 

 

1) આબેહુબ રામમંદિર જેવુ જ બનશે રેલવે સ્ટેશન

અયોધ્યા પર્વમાં દર્શાવેલું આ રેલવે સ્ટેશનનું મોડલ આબેહુબ મંદિર જેવું જ લાગી રહ્યું છે. આ મોડેલનો અમુક ભાગ વિશ્વ હિંદુ પરિષદનાં પ્રસ્તાવિત રામ મંદિરનાં માળખા જેવો જ છે. રેલવે સ્ટેશનનાં ચારેય ખૂણાઓને મંદિરનાં ગુબંજોથી સજાવવામાં આવશે.

આ ઉપરાંત વચ્ચે પણ નાના નાના ગુંબજો લગાડવામાં આવશે. સ્ટેશન એકદમ મંદિર જેવુ જ જોવા મળશે. સ્ટેશનનાં થાભલાઓનો આકાર પણ મંદિરોના થાંભલાઓ જેવો જ હશે. સ્ટેશનનો વિકાસ રેલવે તંત્ર દ્વારા કરાઈ રહ્યો છે. 

આ સ્ટેશનમાં અયોધ્યાનાં તમામ ધાર્મિક અને સાસ્કૃતિક સ્થળોને દર્શાવાયા છે. આ નકશામાં રામ મંદિરને પણ દર્શાવામાં આવ્યુ છે, જે નકશાની તરફ જોનારી કોઈ પણ વ્યક્તિને નજર આવી શકશે. આ ઉપરાંત અહી ચિત્ર પ્રદર્શનમાં શ્રૃંગી ઋષિ આશ્રમ, જંબૂ દ્વીપ મુખ્ય છે.

અન્ય સમાચારો પણ છે...