લોકસભા ચૂંટણી 2019 / રાહુલની 33% અનામત ફોર્મ્યૂલાથી 10% ઈકોનોમી વધી શકે છે, 12 રાજ્યોમાં ચાલુ છે અમલ

divyabhaskar.com

Mar 15, 2019, 11:35 AM IST
Rahul Gandhi's 33% women reservation formula can increase 10% economy already Implementation in 12 States

 • નોકરીઓમાં અનામત મામલે મહિલાઓનો સૌથી ઓછો કોટા ઝારખંડમાં 5 ટકા અનામત છે જ્યારે બિહારમાં 35 ટકા

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જો યુપીએની સરકાર બનશે તો તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં 33 ટકા નોકરીઓ મહિલા માટે અનામત રાખવામાં આવશે. રાહુલ ગાંધીએ ગુરુવારે ચેન્નાઈના સ્ટેલા મેરિસ કોલેજ ફોર વુમનની વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. ત્યાં તેમણે એવું પણ કહ્યું હતું કે, તેઓ 9 વર્ષથી અટકેલા મહિલા આરક્ષણ બિલને પણ પસાર કરાવશે. નોકરીઓમાં અનામત મામલે મહિલાઓનો સૌથી ઓછો કોટા ઝારખંડમાં છે.અહીં દરેક શ્રેણીમાં મહિલાઓ માટે 5 ટકા અનામત છે. બિહારમાં મહિલાઓને 35 ટકા કોટા આપવામા આવ્યો છે. સૌથી વધારે 50 ટકા કોટા આસામમાં છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ 2017માં મહિલાઓ માટે સીઆરપીએફ, સીઆઈએસએફમાં 33 ટકા અને બીએસએફ, એસએસબી અને આઈટીબીપીમાં 15 ટકા અનામતની જાહેરાત કરી ચૂક્યા છે. ત્યારપછી રેલમંત્રી પીયુષ ગોયલે પણ રેલવે પોલીસ ફોર્સમાં થનારી ભરતીમાં 50 ટકા અનામતની વાત કરી હતી.

મહિલા અનામત બિલ બે દશકાથી લટકે છે: રાજ્યસભામાં મહિલાઓને 33 ટકા અનામતનું બિલ 2010માં પાસ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ લોકસભામાં સપા, બસપા અને આરજેડી જેવી પાર્ટીઓએ તેનો ખૂબ વિરોધ કરીને તે બિલ પાસ થવા દીધું નહતું. આ બિલ બે દશકા કરતા વધારે સમયથી અટક્યું છે. સપા, બસપા અને આરજેડીની કોટાની અંદર કોટાની માંગણીના કારણે આ બિલ આજ સુધી પાસ થઈ શક્યું નથી. સંસદમાં મહિલા આરક્ષણ બિલ 1996માં દેવગૌડા સરકારે પહેલીવાર રજૂ કર્યું હતું. તેનો ઘણાં પુરુષ સાંસદો દ્વારા પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

મહિલાઓને અનામતથી ઈકોનોમીમાં 10 ટકા સુધીનો વધારો થઈ શકે છે: નીતિ આયોગના જણાવ્યા પ્રમાણે જો દેશની નોકરીઓમાં મહિલાઓના ભાગીદારી વધશે તો દેશની અર્થ વ્યવસ્થામાં 9થી 10 ટકાનો વધારો થઈ શકે છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, દેશમાં અત્યારે માત્ર 24 ચકા મહિલા વર્ક ફોર્સ છે. જ્યારે સમગ્ર દુનિયામાં 48 ટકા છે. 2017માં વર્લ્ડ બેન્કના રિપોર્ટ પ્રમાણે વુમન વર્કફોર્સના મામલે ભારત દુનિયાના 131 દેશોમાં 120માં સ્થાને છે.

આ રાજ્યોમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત મળે છે

આસામ: 50 ટકા
આંધ્રપ્રદેશ: 33.33 ટકા
બિહાર: 35 ટકા
મધ્ય પ્રદેશ: 33 ટકા
ગુજરાત: 33 ટકા
કર્ણાટક: 33 ટકા
પંજાબ: 33 ટકા
રાજસ્થાન: 33 ટકા
ઉત્તર પ્રદેશ: 30 ટકા
તેલંગાણા: 33 ટકા
મહારાષ્ટ્ર: 30 ટકા
તમિલનાડુ: 30 ટકા
ઝારખંડ: 05 ટકા
ત્રિપુરા: 10 ટકા (પોલીસ ક્ષેત્રે)

X
Rahul Gandhi's 33% women reservation formula can increase 10% economy already Implementation in 12 States
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી