મસૂદ મુદ્દો / રાહુલે કહ્યું- ચીનના વિરોધમાં મોદી કશું નહીં બોલે, ભાજપે કહ્યું- વિદેશ નીતિ ટ્વિટરથી નથી ચાલતી

divyabhaskar.com

Mar 15, 2019, 01:35 AM IST
Rahul Gandhi tweet and  said, indian pm narendra modi is scared of chinese president xi jinping
X
Rahul Gandhi tweet and  said, indian pm narendra modi is scared of chinese president xi jinping

  • રાહુલ ગાંધીની ટ્વિટ- મોદીની ચીન સાથેની રાજનીતિ, ગુજરાતમાં સાથે હિંચકા ખાવા, દિલ્હીમાં ગળે મળવું, ચીનમાં ઘૂંટણીયે પડી જવું

નવી દિલ્હી: ચીને ફરી એક વાર જૈશ મુખિયા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરતા બચાવી લીધો છે. ચીને યુએનમાં આ પ્રસ્તાવ વિરોધ તેમનો વીટો પાવર વાપરીને આવું કર્યું છે. ચીન દ્વારાવિરોધ કર્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન પર આરોપ લગાવ્યો છે કે, નબળાં નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરેલા છે અને ચીન વિરુદ્ધ તેમના મોઢામાંથી એક શબ્દ નહીં નીકળે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીના આ પ્રહાર પછી ભાજપે જવાબ આપ્યો કે વિદેશ નીતિ ટ્વિટરથી નથી ચાલતી. 10 વર્ષમાં આ ચોથી વાર ચીને મસૂદના મુદ્દા પર વીટો પાવરનો ઉપયોગ કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે, નબળાં મોદી શી જિનપિંગથી ડરેલા છે. જ્યારે ચીન ભારત વિરુદ્ધ પગલાં લે છે ત્યારે તેમના મોઢાંમાંથી એક શબ્દ નીકળતો નથી. તેમણે દાવો કર્યો કે, મોદીની ચીન સાથેની રાજનીતિ, ગુજરાતમાં સાથે હિંચકા ખાવા, દિલ્હીમાં ગળે મળવું, ચીનમાં ઘૂંટણીયે પડી જવું.

પાક મીડિયામાં પોતાની જાતને જોઈને ખુશી થઈ રહી છે
1.કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, રાહુલજી ભારતને જ્યારે પીડા થાય છે ત્યારે તમને ખુશી કેમ થાય છે? તમારા અને અમારા રાજકારણમાં અંતર હશે, વિરોધ હશે પરંતુ જ્યારે એક આતંકીને બચાવવામાં આવે ત્યારે પણ તમે આવી વાતો કરશો? આજકાલ તમને પાક મીડિયામાં પોતાની જાતને જોઈને ખૂબ ખુશી થઈ રહી છે. જ્યારે રાગ દરબારીમાં એક સૂર શરૂ થાય છે ત્યારે બધા એ સુર જ ગાય છે.
રાહુલના ચીન સાથે સારા સંબંધ
2.
  • રવિશંકરે કહ્યું- 2009માં યુપીએ સરકારના સમયમાં ચીને એ જ ટેક્નીકલ ઓબ્જેક્શન લગાવ્યો હતો. તે સમયે શું તમે કોઈ ટ્વિટ કે કોમેન્ટ કરી હતી.
  • રાહુલ તમારા તો ચીન સાથે સારા સંબંધો છે. ડોકલામ સમયે તમે ભારત સરકારની મંજૂરી વગર ચીનના દૂતાવાસ ગયા હતા. જ્યારે તમે માનસરોવર ગયા હતા ત્યારે ચીનના ઘણાં મંત્રીઓ સાથે તમે સંપર્કમાં હતા. જો તમારા ચીન સાથે આટલા જ સારા સંબંધો છે તો મસૂદ અઝહરને આતંકી જાહેર કેમ નથી કરાવી દેતા? અમને કોઈ તકલીફ નથી જો તમે ભારતની આતંકની લડાઈમાં ચીનની મદદ માંગી લો તો. રાહુલ ટ્વિટરથી દેશનું રાજકારણ નથી ચાલતું. 
નેહરુએ ચીનનો પક્ષ લીધો હતો: જેટલી 
3.

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ ટિ્વટ કરીને કહ્યું હતું કે ચીનને યુએનની સુરક્ષા પરિષદમાં જે વિશેષ દરજ્જો મળ્યો છે એ માટે પૂર્વ વડાપ્રધાન નેહરુ જવાબદાર છે. નેહરુએ ચીનને કાયમી સભ્યપદ અપાવવા ભારતના બદલે ચીનનો પક્ષ લીધો હતો.

જો તમારા દાદાજીએ ભારતના ભોગે આ ‘ભેટ’ ના આપી હોત તો તો ચીન સુરક્ષા પરિષદનું સભ્ય ના હોત! બીજી ઓગસ્ટ, 1955ના રોજ નેહરુએ મુખ્યમંત્રીઓને લખેલા એક પત્રનો હવાલો આપીને જેટલીએ કહ્યું હતું કે, કાશ્મીર અને ચીન મુદ્દે પાયાની ભૂલ એક જ વ્યક્તિએ કરી હતી. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી