પ્રયાગરાજમાં અલ્હાબાદ અને ફુલપુર બે લોકસભાની બેઠકો છે. ફુલપુર પરથી પંડિત જવાહરલાલ નહેરુ, વિજયાલક્ષ્મી પંડિત જેવા નેતા કોંગ્રેસ પાર્ટીમાંથી સાંસદ રહી ચુક્યા છે. તો અલ્હાબાદ બેઠક પરથી પણ બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી, અમિતાભ બચ્ચન પણ કોંગ્રેસના સાંસદ રહી ચુક્યા છે. 1984માં અહીંથી જીતેલા છેલ્લા કોંગ્રેસ સાંસદ અમિતાભ બચ્ચન જ હતા. બોફર્સ દલાલી વિવાદમાં અમિતાભ અને તેમના ભાઈ અભિતાભ પર આરોપો લાગ્યા હતા. ત્યારબાદ 1987માં તેમને રાજકારણમાં ફીટ ન હોવાનું કહીને રાજીનામું આપી દીધુ હતુ. ફુલપુરમાં પણ કોંગ્રેસ 1984માં ક્યારેય જીતી શકી નથી. ત્યારે રામપૂજન પટેલ જીત્યા હતા. ત્યારબાદ 1989 અને 1991માં રામપૂજન પટેલ જનતા દળની ટિકિટ પર જીત્યા હતા.
પ્રાકૃતિક સૌદર્ય માટે જાણીતા મિર્ઝાપુરમાં 1984માં કોંગ્રેસમાં ઉમાકાન્ત મિશ્રા જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ અહીંથી એકપણ વખત જીતી શક્યું નથી. આ દરમિયાન 8 ચૂંટણીઓમાં ત્રણ વખત સમાજવાદી પાર્ટી, બે વખત ભાજપ, એક વખત જનતા દળ, એક વખત બસપા જીતી છે. હાલમાં અપના દળની અનુપ્રિયા પટેલ અહીંથી સાંસદ છે.
2009માં પરિસીમન પછી આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. અહીંથી 2009માં બસપાને જીત મળી જ્યારે 2014માં અહીંથી ભાજપ વીરેન્દ્ર સિંહ જીત્યા હતા. ભદૌહી લોકસભા બેઠકમાં આવનારી પાંચ વિધાનસભાઓમાંથી ત્રણ પહેલા મિર્ઝાપુર અને બે ફુલપુર લોકસભામાં આવતી હતી. કોંગ્રેસ અહી પોતાનું ખાતુ ખોલવાની રાહ જોઈ રહ્યું છે.
વારાણસી લોકસભા બેઠક વડાપ્રધાન મોદીનાં કારણે વીવીઆઈપી બની છે. છેલ્લા 35 વર્ષોમાં અહીંથી કોંગ્રેસ ફક્ત એકવખત જ જીતી શકી છે. 1984 બાદ યોજાયેલી 8 લોકસભાની ચૂંટણીમાં 6 વખત આ બેઠક ભાજપના ખાતામાં આવી છે. 1989માં અહીં જનતા દળે જીત નોંધાવી હતી. ફક્ત એક વખત 2004માં કોંગ્રેસ જીત્યું હતુ. 2004માં કોંગ્રેસના રાજેશ કુમાર મિશ્રાએ ભાજપના શંકર પ્રસાદ જયસ્વાલને હરાવ્યા હતા.
વારાણસી સાથે સંકળાયેલી આ લોકસભાની બેઠક પર પણ કોંગ્રેસ 1984માં છેલ્લી વખત જીત્યું હતુ. 1989માં પાર્ટી અહીંથી બીજા નંબર પર રહી હતી. 2009માં તેને ત્રીજા નંબરથી સંતોષ કરવો પડ્યો હતો. આ ઉપરાંત એવી કોઈ ચૂંટણી નથી યોજાઈ કે કોંગ્રેસ અહીંથી ટોપ ત્રણમાં પણ આવી શકી નથી. 2014માં ભાજપનાં મહેન્દ્રનાથ પાંડેય અહીંથી જીત્યા હતા. પાંડેય ઉત્તરપ્રદેશ ભાજપનાં અધ્યક્ષ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.