થોડીવારમાં દેશને સંબોધન કરશે PM નરેન્દ્ર મોદી, કરી શકે છે કોઈ મોટી જાહેરાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે કે, તેઓ થોડી વારમાં જ દેશને સંબોધન કરશે

નવી દિલ્હી: વડાપ્રધાને કહ્યું કે, આજે 27 માર્ચ, થોડા સમય પહેલા જ ભારતે એક અનોખી સિદ્ધી મેળવી છે. ભારતે આજે અંતરિક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવરમાં ઐતિહાસીક સિદ્ધી મેળવી છે. અત્યાર સુધી દેશના ત્રણ દેશ- અમેરિકા, રશિયા અને ચીને જ આ સફળતા મેળવી હતી. હવે ભારત એવો ચોથો દેશ બની ગયો છે. દરેક ભારતીય માટે આ ખૂબ ગર્વની ક્ષણ છે. થોડા સમય પેલાં જ આપમાં વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં 300 કિમી દૂલ એલઈઓમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો છે.

મોદીએ કહ્યું કે, લો ઓર્બિટમાં આ લાઈવ સેટેલાઈટ જે એક પૂર્વ નિરર્ધારિત લક્ષ્ય હતું. તેને એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. માત્ર ત્રણ મિનિટમાં આ ઓપરેશન સફળતા પૂર્વક પુરૂ કરવામાં આવ્યું છે. 'મિશન શક્તિ' ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું. આ ઓપરેશન ખૂબ હાઈ ટેક્નોલોજીની ક્ષમતાથી પુરૂ કરવામાં આવ્યું છે. આ લાઈવ સેટેલાઈટને ભારત નિર્મિત એન્ટી સેટેલાઈટ એ-સેટ મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે.

#WATCH Simulation of the #ASAT BMD interceptor missile (video courtesy: Defence sources) #MissionShakti pic.twitter.com/U5Bot6tFx3

— ANI (@ANI) 27 March 2019

દરેક ક્ષેત્રને ઉપગ્રહોનો લાભ મળી રહ્યો છે: વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે, ભારતના વૈજ્ઞાનિકોએ આ મિશનના દરેક લક્ષ્યાંકોને સફળતાથી પાર પાડ્યા છે. તે માટે ભારત નિર્મિત સેટેલાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આજે આપણી પાસે પૂરતી માત્રામાં સેટેલાઈટ છે જે કૃષિ, રક્ષા, સુરક્ષા, કોમ્યુનિકેશન સહિત ઘણાં ક્ષેત્રોમાં મદદ કરી રહ્યા છે. તે અંર્તગત રેલવેન પણ ફાયદો થયો છે.

અમારી ક્ષમતા કોઈના વિરુદ્ધ નથી: તેમણે કહ્યું કે, ભારતનો પ્રયત્ન કોઈ દેશને નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ રક્ષાત્મક વલણ અપનાવવાનો છે. પીએમએ કહ્યું તે, આ ઓપરેશને કોઈ પણ પ્રકારની સંધીનો ઉપયોગ નથી કર્યો. તેનાથી દેશમાં સુરક્ષા અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે. વડાપ્રધાને કહ્યું કે, અમારો પ્રયત્ન શાંતિ જાળવવાનો છે, યુદ્ધનું વાતાવરણ ઉભુ કરવાનો નહીં.

જેટલીએ કહ્યું, ગત સરકારે ઈચ્છા શક્તિ નહતી દર્શાવીઃ મિશન શક્તિની સફળતા વિશે નાણાપ્રધાન અરુણ જેટલી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મિશન ખૂબ મહત્વનું રહ્યું. આપણા વૈજ્ઞાનિકો તરફથી પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે, આપણે આ મિશન પાર પાડવામાં સક્ષમ છીએ. પરંતુ ભારત સરકારે મંજૂરી આપી નહતી. અરુણ જેટલીએ કહ્યું કે, અમારી સરકારે તે વિશે મંજૂરી આપી હતી. અરુણ જેટલીએ કહ્યું કે, આજે દેશ માટે ઐતિહાસીક દિવસ છે. ખાસ કરીને વૈજ્ઞાનિકો માટે. આજે આપણાં દેશે એ ક્ષમતા પ્રાપ્ત કરી છે તે અત્યાર સુધી દેશમાં માત્ર 3 દેશોએ જ મેળવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, જે લોકો નિષ્ફળતામાં પણ પોતાની પીઠ થપથપાવે છે તેમણે યાદ રાખવું જોઈએ કે તેમની સાથે જોડાયેલી વાતોના પદ ચિન્હ બહુ લાંબા હોય છે અને ક્યાંકને ક્યાંક તેના પુરાવા મળી જ જતા હોય છે.

રાહુલે પણ આપી વૈજ્ઞાનિકોને શુભેચ્છાઃ રાહુલ ગાંધીએ પરિક્ષણ વિશે વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.તે સાથે જ તેમણે પીએમ મોદીને આડકતરા પ્રહાર કરતાં વર્લ્ડ થિયેટર દિવસની શુભેચ્છા પાઠવી છે.

Well done DRDO, extremely proud of your work.

I would also like to wish the PM a very happy World Theatre Day.

— Rahul Gandhi (@RahulGandhi) March 27, 2019

નીતિન ગડકરીએ શુભેચ્છા પાઠવી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતની આ સફળતા પર વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે, પીએમ મોદીના કુશળ નેતૃત્વમાં ભારત દુનિયાની નવી તાકાત બની રહી છે.

ऐतिहासिक 'मिशन शक्ति' को सफल बनाने के लिए हमारे वैज्ञानिकों और देश की जनता को बधाई। हमने एक लो ऑर्बिट सैटेलाइट को मार गिराया है, जिसका मतलब है कि हम देश पर आने वाले किसी भी प्रकार के खतरे के लिए तैयार हैं। @narendramodi #MissionShakti #NamumkinAbMumkinHai

— Chowkidar Nitin Gadkari (@nitin_gadkari) March 27, 2019

भारत के सैन्य और स्पेस क्षमता का यह उत्कृष्ट उदाहरण है, हमारे वैज्ञानिकों ने एक बार फिर साबित कर दिया है कि हमारा देश सक्षम हाथों में है। @narendramodi #MissionShakti #NamumkiabmumkinHai

— Chowkidar Nitin Gadkari (@nitin_gadkari) March 27, 2019