તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી આજે ભાગલપુરમાં NDA ઉમેદવારો માટે સભા સંબોધશે, નીતિશ કુમાર પણ હાજર રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્ણિયાથી હેલીકોપ્ટરથી ભાગલપુર પહોંચશે.
  •  વડાપ્રધાન બન્યા બાદ મોદી બીજી વખત ભાગલપુર જશે 

ભાગલપુરઃ વડાપ્રધાન મોદીએ બિહારના ભાગલપુરમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, 70 વર્ષ સુધી તમે લાલ લાઈટનો ડરને વધતા જોયો, પરંતુ ગરીબના ઘરમાં અજવાળુ છે કે નહીં તેની કોઈને ચિંતા નથી. તમારા આ ચોકીદારે લાલ લાઈટ હટાવી અને ગરીબોના ઘરે સફેદ લાઈટ લગાવી છે. મોદીએ આ સભા એનડીએના ઉમેદવારોના પક્ષમાં કરી છે. એરપોર્ટ મેદાન પર કરવામાં આવેલી આ સભામાં મુખ્યમંત્રી નિતીશ કુમાર, ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદી અને રાલોદ પ્રમુખ રામવિલાસ પાસવાન પણ હાજર છે. 

ટુકડા ટુકડા ગેન્ગ ટુકડા ટુકડા થઈને વિખેરાઈ જશેઃ પીએમ મોદી-  મહામિવલાવટ વાળા નેતાઓ ડરેલા છે તેથી જ તેઓ હવે દેશને ડરાવી રહ્યા છે. મોદી ફરી આવશે તો ભ્રષ્ટાચારની દુકાનો બંધ થઈ જશે. વંશવાદના રાજકારણનો અંત આવશે. રક્ષાના સોદાઓની દલાલી પણ બંધ થઈ જશે. ટુકડા ટુકડા ગેન્ગ ટુકડા ટુકડા થઈને વિખેરાઈ જશે. 

આ ચોકીદારે તમારા ચૂલા ચોકાનું ધ્યાન રાખ્યુંઃ મોદી- મોદીએ કહ્યું- નેતાઓને તેમના આંગણાઓ સુધી સારા રસ્તાઓ બનાવતા તો તમે ચોક્કસ જોયા હશે. પરંતુ બિહારના ગામે ગામે સારા રસ્તાઓ બનાવવાનો ઠેકો આ ચોકીદાર અને તેના સાથીઓનો છે. મોટા મોટા ફાર્મ હાઉસ, મહેલ જેવા બંગલાઓ બનાવનારા તો તમે ઘણા જોયા હશે. તે લોકોથી વિપરીત તમારા આ ચોકીદારે તમારા ચૂલા ચોકાનું ધ્યાન રાખ્યું છે. 

આયુષ્માન યોજના હેઠળ કરોડો ગરીબોને ફાયદો પહોંચી રહ્યો છેઃ નિતીશ કુમાર- પીએમ નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરમાં પહોંચ્યા છે. ભાગલપુરમાં રેલીને સંબોધત કરતા નીતિશે કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પીએમ મોદી ક્યારેય પાછળ નહીં રહે. ગરીબો માટે પણ કેન્દ્ર સરકારે ઘણી નવી યોજનાઓ વિકસાવી છે. જેમાં ઉજ્જવલા યોજના, આયુષ્માન યોજના હેઠળ કરોડો ગરીબોને ફાયદો પહોંચી રહ્યો છે. આજે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થઈ રહ્યા છે, ખેડૂતોને પાકની વાવણીમાં સીધો લાભ મળી રહ્યો છે. 

પીએમ બન્યા બાદ મોદીનો ભાગલપુરમાં બીજો પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015માં ભાગલપુર આવ્યા હતા. ત્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજવાની હતી. પીએમ મોદીએ 2014માં સભા સંબોધિત કરી હતી.