તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PRC મુદ્દે અરુણાચલ પ્રદેશ સળગ્યું; 2 પ્રદર્શનકારીઓના મોત, સેનાએ કમાન સંભાળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને ઘણાં જિલ્લામાં કલમ 144 લગાવી દેવામાં આવી
 • હિંસક પ્રદર્શનકારીઓની નારાજગી દૂર કરવા માટે મુખ્યમંત્રી પેમા ખાંડૂ રાજીનામું આપે તેવી પણ શક્યતા

ઈટાનગર: સ્થાઈ નિવાસ પ્રમાણપત્ર (PRC) મુદ્દે અરુણાચલ પ્રદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શને ભીષણ હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. રવિવારે હિંસા એટલી હદે વધી ગઈ હતી કે, પ્રદર્શનકારીઓએ રાજ્યના ઉપમુખ્યમંત્રી ચોવના મેનનું ઘર પણ સળગાવી દીધું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ સ્થિતિ વધારે ગંભીર થતી જાય છે.

 

અત્યારે પણ સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને ઘણાં જિલ્લામાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી છે. તો મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ મુદ્દે ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. હિંસા વધારે ફેલાતી જોઈને મુખ્યમંત્રી પેમા ખાંડૂના ઘર સહિત મહત્વની ઈમારત પાસે સેના તહેનાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું વિચારી રહી છે. તે ઉપરાંત હિંસક પ્રદર્શનકારીઓની નારાજગી દૂર કરવા માટે મુખ્યમંત્રી પેમા ખાંડૂ રાજીનામું આપે તેવી પણ શક્યતા છે. ઈટાનગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ITBPની 6 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.

 

બગડી રહી છે સ્થિતિ: પ્રદર્શનકારીઓ સતત વાહનોમાં આગ લગાવી રહ્યા છે. આ સિવાય દુકાનો અને શોપિંગ મોલને પણ લૂંટવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત નાહરલાગુન હાઈવે પર પ્રદર્શનકારીઓએ રસ્તો રોક્યો છે. ITBP દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી એક વિદ્યાર્થીનું મોત થતાં હજારો લોકો ઈટાનગરના ઈન્દિરા ગાંધી પાર્કમાં ભેગા થયા છે. પ્રદર્શનકારીઓ હાઈવે પર પથ્થરો સાથે જ ભેગા થયા છે. સેનાએ જો કોઈ પણ પ્રકારની હરકત કરી તો આ લોકો પથ્થરમારો પણ કરી શકે છે. હાલ અહીં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ છે કે, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નેતાઓની અપીલ પણ કામ નથી લાગતી.

 

શું છે સમગ્ર વિવાદ: નોંધનીય છે કે, 6 આદિવાસીઓને સ્થાનિક નિવાસી પ્રમાણપત્ર આપવાના પ્રસ્તાવ વિરુદ્ધ બોલાવવામાં આવેલા બંધ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં હિંસા ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ગોળીબાર કર્યો હતો અને તેમાં બે લોકોના મોત થયા હતા. ત્યારથી રાજ્યની હાલત વધારે ખરાબ છે. જોકે રવિવારે કરવામાં આવેલી સર્વદળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, સરકાર હાલ પીઆરસી મુદ્દે કોઈ નિર્ણય લેશે નહીં. જે પણ ભલામણ કરવામાં આવી હતી તે પરત લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો