તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડ્રાને મુરાદાબાદથી લોકસભા ચૂંટણી લડવાનો પ્રસ્તાવ, યુથ કોંગ્રેસે લગાવ્યા પોસ્ટર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાએ બે દિવસ પહેલા જ રાજકારણમાં આવવનાં સંકેત આપ્યા હતા. હવે ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદમાં યુવક કોંગ્રેસે વાડ્રાની ઉમેદવારી અંગે પોસ્ટર લગાવ્યા છે, જેમાં કહેવાયુ છે કે રોબર્ટ વાડ્રાનું મુરાદાબાદથી લોકસભા ચૂંટણી લડવા માટે સ્વાગત છે.

વાડ્રાએ એક દિવસ પહેલા જ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતુ કે, આરોપ-પ્રત્યારોપનો સમય પુરો થાય ત્યારબાદ તેઓ લોકોની સેવા કરવા માગે છે. તેમની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાને તાજેતરમાં જ કોંગ્રેસનાં મહાસચિવ બનાવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે રાહુલે તેમને પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે. 

ફેસબુક પોસ્ટ પર વાડ્રાએ લખ્યું કે, વર્ષોમાં મળેલા અનુભવો અને શીખને વ્યર્થ ન જવા દેવા જોઈએ, મારા મત પ્રમાણે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

વાડ્રાએ વધુમાં લખ્યુ કે તેઓ ઘણાં સમયથી પ્રચાર કરે છે.દેશનાં ઘણા ભાગોમાં તેઓ ચૂંટણીનાં પ્રચાર માટે જઈ ચુક્યા છે, પરંતુ ઉત્તરપ્રદેશ તેમનાં માટે ઘણુ મહત્વનું છે. અહીં લોકો માટે વિવિધ કાર્યો કરી એવા ફેરફારો કરવા જોઈએ જે સામાન્ય લોકોને ઉપયોગી અને ફાયદાકારક નિવડે. 

વર્તમાન સમયમાં વાડ્રા મની લોન્ડરિંગ અને ગેરકાયદે જમીન ખરીદીનાં કેસમાં EDની તપાસનો સામનો કરી રહ્યા છે.  49 વર્ષીય વાડ્રાનો આરોપ છે કે દેશની હાલમાં ચાલી રહેલી સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માટે મોદી સરકાર તેમની પર આ પ્રકારે નિશાન સાધી રહી છે.

રોબર્ટનાં કહ્યાં પ્રમાણે લોકો હવે સત્ય જાણી ચુક્યા છે. લોકો સન્માન સાથે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે,તેમને ખબર પડી ગઈ છે કે આરોપો પાછળ કેવા પ્રકારનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. 

વાડ્રાએ પોસ્ટમાં કહ્યું હતુ કે, તેઓ કાયદાનો આદર કરે છે. EDનાં દિલ્હી અને રાજસ્થાનની ઓફિસોમાં તેમને આઠ વખત બોલવવામાં આવ્યા છે. વાડ્રાનાં કહ્યાં પ્રમાણે, આ તમામ ઘટનાથી તેમને ઘણું શીખવા મળ્યુ છે. 

તેમણે કહ્યું છે કે તેઓ ઘણી સંસ્થાઓ દ્વારા સમાજસેવાનું કામ કરે છે. તેમની પોસ્ટમાં પણ બધી તસવીરો સમાજસેવાનાં કાર્યોથી ભરેલી છે, જેમા તેઓ સમાજસેવાનું કામ કરતા જોવા મળી રહ્યા છે. તેમના અંગત જગદીશ શર્મા પણ આ પ્રકારનાં તસવીરો સોશયલ મીડિયા પર મુકી રહ્યા છે. 

વાડ્રાએ અગાઉ પણ રાજનીતિમાં આવવા માટેનાં સંકેત આપ્યા હતા. તેઓ અમેઠી અને રાયબરેલીનાં પ્રવાસે પણ ગયા હતા. સૂત્રો પ્રમાણે એક દાયકા પહેલા પણ તેઓ ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા પરંતુ ત્યાર તેમને ચૂંટણી લડવા માટે રોકવામાં આવ્યા હતા.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો