તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Pm Narendra Modi Will Inaugrate National War Memorial In New Delhi Today Live News Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ વોર મેમોરિયલનું PM મોદી આજે ઉદ્ધાટન કરશે, તેના પર 25,942 શહીદોના નામ, ખર્ચ રૂ. 500 કરોડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઈન્ડિયા ગેટ પાસે 400 એકરમાં બનાવવામાં આવ્યું, 59 વર્ષમાં થયું તૈયાર
 • 1960માં પ્રસ્તાવ આવ્યો હતો, મોદી સરકારે 4 વર્ષ પહેલાં નિર્માણને મંજૂરી આપી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા ગેટ પાસે 40 એકરમાં બનાવવામાં આવેલા નેશનલ વોર મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ દરમિયાન મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર ગત સરકાર પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું કે સૈનિકોની સાથે ગત સરકારે અન્ય કર્યો કેમકે તેમના માટે માત્ર એક પરિવાર પહેલો હતો. 

 

નેશનલ વોર મેમોરિયલ તે જવાનો પ્રત્યે સન્માનનું સૂચક છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનો જીવ ગુમાવ્યાં છે. મેમોરિયલ દેશની રક્ષા માટે શહીદ થયેલાં 25 હજાર 942 વીર જવાનોની યાદમાં બનાવવામાં આવ્યું છે. નેશનલ વોર મેમોરિયલ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, જેનાથી રાજપથ અને તેની ભવ્ય સંરચના સાથે કોઈ ચેડા ન થાય. જોકે આ સંપૂર્ણ મેમોરિયલ તૈયાર થતાં હજી અમુક વર્ષો લાગશે. આ મેમોરિયલ બનાવવા માટે પ્રાથમિક ખર્ચ રૂ. 500 કરોડ અંદાજવામાં આવ્યો છે.

 

ભારતની સેના સૌથી તાકાતવર સેનાઓમાંથી એક- મોદી: આ દરમિયાન મોદીએ કહ્યું કે, "આજે આપણી સેના વિશ્વની સૌથી તાકાતવર સેનાઓમાંથી એક છે. આપણાં સૈનિકોએ પહેલો વાર પોતાની ઉપર લીધો અને પડકારોનો જવાબ આપ્યો. જ્યારે લતા દીદીએ એ મેરે વરતન કે લોગો... નો સ્વર આપ્યો હતો ત્યારે દેશના કરોડો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હું પુલવામાના શહીદોને નમન કરું છું. નવું હિંદુસ્તાન, નવી નીતિ અને રીતિની સાથે આગળ વધી રહ્યું છે. જેમાં એક મોટું યોગદાન સૈનિકોના શોર્ય, અનુશાસન અને સમર્પણનું છે."

 

70 વર્ષથી મેમોરિયલની માગ કરવામાં આવતી હતી- મોદી: વડાપ્રધાને કહ્યું કે, "આઝાદી પછી 70 વર્ષથી આ મેમોરિયલની માગ કરવામાં આવી રહી હતી. સૈનિકો માટે વન રેંક વન પેન્શન લાગુ થઈ ગયું છે. સરકાર 35 હજાર કરોડ રૂપિયા વિતરિત કરી ચુક્યાં છે. વિચારો એક તે પણ સરકાર હતી, જે કહેતી હતી કે માત્ર 500 કરોડ રૂપિયામાં ઓઆરઓપી લાગુ થઈ જશે. હાલના સૈનિકોની સેલેરીમાં પણ વધારો થયો છે. પૂર્વ સૈનિકોને પેન્શન માટે ઓફિસોના ધક્કા ન ખાવા પડે તે માટે પણ ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે. જે સૈનિક ડ્યૂટી દરમિયાન જીવ ગુમાવે છે તેમનો પરિવાર પણ પેન્શનનો હકદાર રહેશે. દેશનું મનોબળ સેનાનું મનોબળથી નક્કી થાય છે."

 

'બોફોર્સ અને અન્ય કૌભાંડનો સંબંધ એક પરિવાર સાથે હતો જે ઘણું કહે છે'

 • કોંગ્રેસનું નામ લીધા વગર મોદીએ કહ્યું, "અમારી સરકાર આવી તે પહેલાં શું થઈ રહ્યું હતું, તેને ફરી કહેવા માંગીશ. પોતાને ભારતના ભાગ્ય વિધાતા સમજનારાઓએ સૈનિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથેની રમત કરવામાં કોઈ કસર છોડી ન હતી. 2009માં સેનાએ બુલેટ પ્રુફ જેકેટની માગ કરી હતી, પરંતુ 2014 સુધી પાંચ વર્ષમાં તેઓને ખરીદીને ન આપવામાં આવ્યાં. અમે 2 લાખ 30 હજારથી વધુ જેકેટ ખરીદ્યાં. આપણાં જવાનોને સુરક્ષા કવચથી વંચિત રાખવાનું પાપ કરવામાં આવ્યું."
 • "તે લોકોએ સેના અને સુરક્ષાને કમાણીનું સાધન બનાવી લીધું હતું. મારા ખ્યાલથી શહીદોને મદદ કરવાનું તેઓને યોગ્ય ન લાગ્યું, તેથી ભુલવાનું જ યોગ્ય માન્યું હતું. બોફર્સ અને અન્ય કૌભાંડને એક પરિવાર સુધી પહોંચાડવું ઘણું બધું કહે છે. જ્યારે રાફેલ ઉડાન ભરશે તો તેઓને જવાબ મળશે. રાષ્ટ્રહિતને અવગણીને જે નિર્ણયો દશકાથી રોકાયેલાં હતા તે અમે પૂરાં કરી રહ્યાં છીએ."

અમે નિર્ધારીત સમયમાં રક્ષા સૌદા પૂરાં કરવાના પ્રયાસ કરી રહ્યાં છીએ- મોદી

 • મોદીએ કહ્યું, "સેનામાં દીકરીઓની ભાગીદારી વધારવા માટેનાં નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. મિલ્ટ્રી પોલીસ અને શોર્ટ સર્વિસ કમીશનમાં મહિલાઓને પુરૂષ સાથીઓની બરોબર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."
 • "સરકાર રક્ષા સૌદાને નિર્ધારીત સમયમાં પૂરાં કરવાના પ્રયાસ કરે છે. હવે આપણી સેના કોઈ પણ એનઓસી વગર ખાનગી ક્ષેત્ર પાસેથી સામાન ખરીદી શકે છે. ભારત તે દેશ છે, જેને યુએનના 70માંથી 50 મિશનમાં પોતાના સૈનિકોને મોકલ્યાં છે. આ ગૌરવની વાત છે કે આપણાં પ્રયાસોથી વિશ્વના દેશો ખભેથી ખભા મિલાવીને ચાલવા ઈચ્છે છે."
 • "એક પછી એક દેશ આપણી સાથે રક્ષા ડીલ કરવા માગે છે. આપણી સેના બીજા દેશની સેના સાથે સંયુક્ત અભિયાસ કરે છે."

મધ્યમમાં બની 21 પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તિ: આ મેમોરિયલના કેન્દ્રમાં 15 મીટર ઉંચો સ્મારક સ્તંભ બનાવવામાં આવ્યો છે. તેના પર ભિંત ચિત્ર, ગ્રાફિક પેનલ, શહીદોના નામ અને 21 પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તી બનાવવામાં આવી છે. સ્મારક ચાર ચક્રો પર કેન્દ્રીત છે- અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર. તેમાં આર્મી, એરફોર્સ અને નેવીના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. શહીદોના નામ દિવાલોની ઈંટો પર લખવામાં આવ્યા છે. સ્મારકનો નીચેનો ભાગ અમર જવાન જ્યોતિ જેવો છે.

 

મોદી સરકારે 4 વર્ષ પહેલાં નિર્માણને આપી મંજૂરી: પહેલીવાર 1960માં નેશનલ વોર મેમોરિયલ બનાવવાનો પ્રસ્તાવ સશસ્ત્ર બળ દ્વારા આપવામાં આવ્યો હતો. સરકારની ઉદાસીનતા, બ્યૂરોક્રેટ્સ અને સેનાની વચ્ચે ગતિરોધના કારણે તેનું નિર્માણ થઈ શક્યું નહીં. મોદી સરકારે ઓક્ટોબર 2015માં આ સ્મારકના નિર્માણને મંજૂરી આપી હતી.

 

ઈન્ડિયા ગેટ 1931માં બન્યો, 1972માં અમર જવાન જ્યોતિ: દુનિયાના મોટા દેશોમાં માત્ર ભારતમાં જ અત્યાર સુધી યુદ્ધ સ્મારકનું નિર્માણ થયું નહતું. અંગ્રેજોએ વિશ્વ યુદ્ધમાંશહીદ ભારતીયોની યાદમાં 1931માં ઈન્ડિયા ગેટ બનાવ્યો હતો. 1971ના યુદ્ધમાં શહીદ થયેલા 3843 સૈનિકોના સન્માનમાં અમર જવાન જ્યોતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો