તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીએ ફક્ત ગુજરાત માટે જ સહાય જાહેર કરી, કમલનાથે કહ્યું - તમે ફક્ત ગુજરાતના નહીં આખા દેશના પીએમ છો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હોનારત સર્જાઈ હતી 
  • પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને બે લાખની સહાય કરવાની જાહેરાત કરી 
નવી દિલ્હીઃ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા-તોફાને કેર વર્તાવ્યો છે. આ હોનારતમાં અત્યાર સુધી 35 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે મોટા ભાગના લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે કુદરતી હોનારતોને કારણે રાજકારણમાં પણ હવામાન બદલાયું છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને હોનારતમાં ઘવાયેલા લોકો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી અને સહાયની પણ જાહેરાત કરી હતી. પરંતુ તેમને પહેલા ગુજરાત માટે જ સહાયની જાહેરાત કરી હતી. આ અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે, તમે ગુજરાત નહીં આખા દેશના વડાપ્રધાન છો. ત્યારબાદ વડાપ્રધાને દેશના તમામ અસરગ્રસ્ત વિસ્તારો માટે સહાયની જાહેરાત કરી હતી.

વડાપ્રધાનના ટ્વીટ ઉપરાંત પીએમ કાર્યાલયના ટ્વીટર હેન્ડલ @pmoindiaએ પણ સહાયની જાહેરાત કરી હતી. જેમાં કહેવાયું હતું કે, ગુજરાતમાં જે લોકોના તોફાનને કારણે મોત થયા છે, તેમના પરિવારોને બે લાખની સહાય અને જે ઘાયલ થયા છે તે તમામને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.