તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Indian Air Force Entered The PoK And Was Dismissing The Terrorist Bases Of Jaish, PM Modi Was Keeping A Close Watch In The War Room

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે એરફોર્સ આતંકી કેમ્પને બરબાદ કરી રહ્યા હતા ત્યારે મધરાતે 3 વાગે PM મોદી વોર રૂમમાં હતા હાજર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ભારતે પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને પુલવામા હુમલાનો બદલો લીધો
 • મધરાતે મોદી સાથે વોર રૂમમાં રક્ષામંત્રી અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર જ હતા

નવી દિલ્હી: પુલવામામાં થયેલા આતંકી હુમલાનો ભારતે બદલો લેવાની સાથે સાથે આતંકવાદની કમર પણ તોડી નાખી છે. મંગળવારે વહેલી સવારે એરફોર્સે એલઓસી પાર કરીને પીઓકેના આતંકી કેમ્પ પર હવાઈ હુમલો કરીને તેમના બધા કેમ્પ બરબાદ કરી દીધા છે. એટલું જ નહીં, સરકારી સૂત્રો દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે, એરફોર્સની આ સૌથી મોટી કાર્યવાહીમાં 300 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેના જ્યારે પીઓકેમાં ઘૂસીને જૈશના આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી રહ્યાં હતા ત્યારે વોર રૂમમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમગ્ર ઓપરેશન ઉપર નજર હતી.

 

વોર રૂમમાં મોદીની સાથે અન્ય નેતાઓ પણ હાજર હતા: સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાના ઓપરેશન સમયે વડાપ્રધાન મોદી દિલ્હીમાં આવેલા વોર રૂમમાં હાજર હતા. તેમની સાથે વોર રૂમમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર હતાં. આ વોર રૂમથી જ વડાપ્રધાન મોદીની સમગ્ર ઓપરેશન ઉપર નજર હતી. નોંધનીય છે કે, પુલવામા હુમલા પછી વડાપ્રધાન મોદીએ ઘણી જાહેર સભામા સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ભારત આતંકીઓથી પુલાવામાનો બદલો લેશે.

 

ભારતે જૈશના આતંકી કમાન્ડર્સને કર્યા ઠાર: સરકાર તરફથી કરવામાં આવેલી મીડિયા કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરના બનેવી યૂસુફ અઝહરને મારી દેવામાં આવ્યો છે જે આ કેમ્પ ચલાવતો હતો. આ ઉપરાંત જૈશના અન્ય કેમ્પને પણ સંપૂર્ણ રીતે બરબાદ કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, મોટી સંખ્યામાં જૈશના ટ્રેનર અને આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે.

 

એલઓસી પાસ કરીને એરફોર્સે કરી એર સ્ટ્રાઈક: એલઓસી પાર કરીને ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરીને બાલાકોટ, ચકોઠી અને મુઝફ્ફરાબાદના ટેરર લોન્ચ પેડ સંપૂર્ણ રીતે તોડી પાડ્યા છે. જૈશ-એ-મોહમ્મદ કંટ્રોલ રૂમને સંપૂર્ણ રીતે બરબાદ કરવામાં આવ્યો હતો. મંગળવારે વહેલી સવારે અંદાજે 3.30 વાગે ભારતીય વાયુસેનાના 12 મિરાજ વિમાને પીઓકેમાં જઈને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ કેમ્પ પર હુમલા કર્યા હતા. 21 મિનિટ ચાલેલા આ હવાઈ હુમલામાં જૈશના દરેક આતંકીઓનો નાશ કરી દેવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, આ કેમ્પમાં લશ્કર અને હિઝબુલના કેમ્પ પણ સામેલ હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો