તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Prime Minister Narendra Modi Inaugurates The Largest Bhagavad Gita Of The World, At ISKCON Temple In Delhi Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈસ્કોન મંદિરમાં PM મોદી સૌથી વજનદાર 800 કિલો ગીતાનું અનાવરણ કર્યું, કહ્યું- હજારો વર્ષથી પ્રેરક ગ્રંથ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આ ધાર્મિક પુસ્તક 12 ફૂટ લાંબુ, 9 ફૂટ પહોળું, અઢી વર્ષમાં તૈયાર થયું
 • આ પુસ્તક ઈટલીમાં તૈયાર કરવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે એક મહિનામાં ભારત લાવવામાં આવ્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના ઈસ્કોન મંદિરમાં સૌથી વજનદાર ભાગવત ગીતાનું અનાવરણ કર્યું છે. 12 ફૂટ લાંબુ અને 9 ફૂટ પહોળા આ પુસ્કતનું વજન 800 કિલો છે. આ પુસ્તક છાપવામાં અઢી વર્ષનો સમય લાગ્યો છે અને તેની કુલ કિંમત રૂ. દોઢ કરોડ છે. મોદી મેટ્રોથી ઈસ્કોન મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે લોકો સાથે મુલાકાત કરી હતી. યંગસ્ટર્સ અને બાળકોએ મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી. અહીં વડાપ્રધાન મોદીએ ગીતાને હજારો વર્ષોથી પ્રેરક ગ્રંથ ગણાવ્યો હતો.

 

ગીતા પ્રચારના 50 વર્ષ પૂરા થતાં તૈયાર કરાવવામાં આવ્યું આ પુસ્તક: આ ગીતા ઈટલીના મિલાન શહેરમાં તૈયાર કરવામાં આવી છે. તેને દરિયાઈ માર્ગે ગુજરાતના મુંદ્રા  પોર્ટ લાવવામાં આવી છે. આ પુસ્તકને ભારત લાવવામાં એક મહિનો થયો છે. 20 જાન્યુઆરીએ આ પુસ્તકને દિલ્હીના ઈસ્કોન મંદિરમાં લાવવામાં આવ્યું છે.

 

ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે ગીતા પ્રચારના 50 વર્ષ પૂરા થતાં આ પુસ્તક તૈયાર કરાવ્યું છે. આ પુસ્તકને છાપવા માટે દરેક કેન્દ્રો પાસેથી ફંડ ભેગુ કરવામાં આવ્યું છે. 11 નવેમ્બરે તેને ઈટલીના મિલાન શહેરમાં પ્રદર્શીત કરવામાં આવ્યું હતું.

 

સોના, ચાંદી અને પ્લેટિનમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો: આ ગીતામાં કુલ 670 પેજ છે. તેને સિન્થેટિકના મજબૂત કાગળ પર તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં સોના, ચાંદી અને પ્લેટિનમનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. તેના પેજને પલટવા માટે ચાર વ્યક્તિઓની જરૂર પડે છે.

 

મોદીએ મેટ્રોમાં મુસાફરી કરીઃ ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલીસવારે એર સ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ તોડી પાડ્યા પછી પાકિસ્તાનમાં હોબાળો શરૂ થયો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દિવસ દરમિયાન રાજસ્થાનના ચુરુમાં રેલી પણ સંબોધે અને સાંજે મેટ્રોમાં મુસાફરી દરમિયાન બાળકો સાથે રમતા પણ જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ દિલ્હીના ખાન માર્કેટથી ઈસ્કોન મંદિર સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. 

 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો