તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ સરકાર તમારી ગુનેગાર; કોંગ્રેસ માટે ખેડૂતો માત્ર વોટ બેંક, અમારાં માટે અન્નદાતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
30 કરોડ રૂપિયાથી શરૂ થનારી યોજના માટે હવે 2 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે: મોદી - Divya Bhaskar
30 કરોડ રૂપિયાથી શરૂ થનારી યોજના માટે હવે 2 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે: મોદી
  • મોદીએ કહ્યું - કોંગ્રેસે ખેડૂતોને દગો કર્યો, દેવા માફી મામલે પણ આવું જ કરી રહ્યા છે. 
  • વડાપ્રધાને કહ્યું - અમારી સરકાર ખેડૂતોને શક્તિશાળી બનાવવા ઇચ્છે છે. 

ભુવનેશ્વર/રાંચીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓરિસ્સા અને ઝારખંડમાં ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. મોદીએ ઓડિશાનાં બારીપદામાં જનસભાને સંબોધતા કહ્યું કે, હેલિકોપ્ટરની ખરીદીમાં ક્યારે કયારે કયો નેતા શું નિર્ણય લઈ રહ્યો હતો, આ માહિતી મિશેલ ક્રિશ્ચિયન વિદેશમાં મોકલી રહ્યો હતો. સમજાતું નથી કે કોંગ્રેસે સરકાર ચાલવી છે કે પછી મિશેલ મામાનો દરબાર ચલાવ્યો છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં જે લોકોની ભૂમિકા છે, તેની તપાસ અને નિર્ણય દેશની જનતા અને તપાસ એજન્સીઓ જ કરશે

 

 

1) 25 વર્ષથી યોજનાનું કામ ઠપઃ મોદી

25 વર્ષથી યોજનાઓનું કામ ઠપ પડ્યું હતું, તમે જ કહો કે કોઇ યોજનાનું કામ પૂર્ણ થવામાં અડધી સદીનું કામ લગાવવું જોઇએ? 

દુષ્કાળ પ્રભાવિત ખેડૂતો સાથે આ બિનજવાદારીપૂર્ણ વ્યવહાર છે ને? ખેડૂતોની સાથે ઠગાઇ અને દેશના ઇમાનદાર કરદાતાઓની સાથે બેઇમાની છે. 

30 કરોડ રૂપિયાથી શરૂ થનારી યોજના માટે હવે 2 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. તેનો વ્યય કરદાતાઓએ કરવાનો રહેશે. આ માટે પૂર્વની સરકાર તમારી ગુનેગાર છે.  

મોદીએ ઝારખંડનાં પલામૂમાં કહ્યું કે, :"કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસની સરકારે શાસન દરમિયાન ખોડૂતોની પરિયોજનાઓને પુરી કરી હોત તો આજે ખેડૂતોને દેવું કરવાનો વારો ન આવ્યો હોત. પહેલા સરકારે ખેડૂતોને દેવુ કરવા પર મજબૂર કર્યા અને હવે દેવામાફીનાં નામે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે."  કોંગ્રેસ હાલમાં જ મધ્યપ્રદેશ,છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં દેવા માફીનાં વાયદા સાથે સત્તા પર પરત ફરી છે. 

  • વડાપ્રધાને કહ્યું, અમારી સરકારમાં દલાલો અને વચેટીયાઓ માટે કોઈ જગ્યા નથી. અમે સરકારની યોજનાઓ પ્રમાણે  લાભાર્થીઓનાં ખાતામાં સીધા પૈસા જમા કરાવીને ઈમાનદારીથી કામ કરી રહ્યા છીએ
  •  જ્યારે દેશમાં રિમોર્ટ કંટ્રોલ વાળી સરકાર હતી ત્યારે પાંચ વર્ષોમાં ફક્ત 25 લાખ ઘર બનાવવામાં આવ્યા છે. જેની સામે અમારી સરકારે 5 વર્ષથી પણ ઓછા સમયગાળામાં 1 કરોડ 25 લાક ઘર બનાવ્યા છે. 
અન્ય સમાચારો પણ છે...