તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રધાનમંત્રી નિવાસ પર સેનાના ત્રણેય પ્રમુખોની PM મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પીએમ મોદીએ સેનાના ત્રણેય પ્રમુખો સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી
 • વર્તમાન પરિસ્થિતીમાં સેનાની વ્ચુહરચના અંગે વિગતે ચર્ચા કરી
 • વિદેશ મંત્રાલયે પ્રેસ વાર્તા કરીને પાકિસ્તાનને અનુરોધ કર્યો
 • પકડાયેલા પાયલટની તત્કાલ અને સુરક્ષિત વાપસીની આશા વ્યક્ત કરી

નવી દિલ્હી: પાકિસ્તાનની હિરાસતમાં IAF પાયલટની વાતની પુષ્ટિ થયા બાદ પીએમ મોદીએ સેનાના ત્રણેય પ્રમુખો સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં સેનાની તૈયારીઓ અને વ્યુહરચના અંગે વિગતે વાત થઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સેનાને કોઇપણ પ્રકારની કાર્યવાહી માટે પુરેપુરો છુટો દોર આપવામાં આવ્યો છે.

 

વડાપ્રધાન મોદીના ઘરે બોલાવાયેલી આ બેઠકમાં સેનાના ત્રણેય વડાઓની સાથે નેશનલ સિક્યુરીટી એડવાઇઝર(NSA)અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.

 

આપને જણાવી દઇએ કે પીએમ મોદીના નિવાસસ્થાને ચાલી રહેલી આ બેઠક આશરે 1.20 કલાક ચાલી હતી જેમાં નક્કી કરાયુ કે ભારત કોઇ પણ દબાણમાં નહિ આવે.આ પહેલા વિદેશ મંત્રાલયે પણ સાંજે એક પત્રકાર પરિષદ યોજીને પાકિસ્તાને ધરપકડ કરેલા પાયલટની તત્કાલ અને સુરક્ષિત વાપસીની આશા વ્યક્ત કરી છે.

 

બુધવારે સાંજે આ સંબધિત એક નિવેદન પણ વિદેશ મંત્રાલય તરફથી બહાર પાડીને કહેવામાં આવ્યુ કે પાયલટ પાકિસ્તાનની કસ્ટડીમાં છે. અમે પાકિસ્તાન પાસે માંગણી કરીએ છીએ કે ભારતીય વાયુસેનાના એ પાયલટને સુરક્ષિત રીતે પાછો ભારત મોકલી આપે. ભારતે વાયુસેનાના સૈનિકને કોઇપણ પ્રકારનું નુકશાન ન કરવાની તાકીદ પાકિસ્તાનને કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો