તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈશના ઠેકાણાની એ તસવીરો જ્યાં ભારતે 1,000 કિલો બોમ્બથી હુમલો કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ગાઢ જંગલોમાં બનેલા આ આતંકી કેમ્પમાં સુસાઈટ એટેકની ટ્રેનિંગ આપવામાં આવતી હતી
 • ભારતે આતંકી કેમ્પ પર હુમલો કર્યો તે સમયે મૌલાના અમર અને આતંકી મસૂદ અઝહરનો ભાઈ મૌલાના તલ્હા સૈફ કેમ્પમાં હાજર હતા 

નેશનલ ડેસ્ક: ભારતીય એરફોર્સે અંતે પુલવામામાં જવાનોની શહીદીનો બદલો લઈ જ લીધો. મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતે 12 લડાકૂ વિમાનોથી બોમ્બ બ્લાસ્ટ કરીને જૈશના ઠેકાણાઓને તોડી પાડ્યા છે. ભારતે જ્યાં હુમલો કર્યો છે ત્યાંની અમુક તસવીરો સામે આવી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે જૈશ-એ-મોહમ્મદનો આ ટ્રેનિંગ કેમ્પ હતો.

 

આ હુમલામાં 300 આતંકીઓને ઠાર કર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગાઢ જંગલોમાં બનેલા આ આતંકી કેમ્પમાં સુસાઈટ એટેકની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. અહીં તસવીરોમાં રસ્તા ઉપર ઘણાં દેશોના રાષ્ટ્રીય ધ્વજ પણ દોરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, જૈશના મુખિયા અહીંથી જ ઘણાં દેશોમાં આતંકી ગતિવિધિઓનું પ્લાનિંગ કરતાં હતા.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે સમયે ભારતે આતંકી કેમ્પ પર હુમલો કર્યો તે સમયે મૌલાના અમર અને આતંકી મસૂદ અઝહરનો ભાઈ મૌલાના તલ્હા સૈફ કેમ્પમાં હાજર હતા. ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં મૌલાના મસૂદ અઝહરની ગાડી ઘણી બધી વખત આ કેમ્પ પર આવતી હોવાના પુરાવા પણ મળ્યાં છે.

 

માનવામાં આવે છે કે, મસૂદ અઝહર અને અબ્દુલ રઉફ જેવા આતંકી આ કેમ્પમાં નવા ભરતી થયેલા આતંકીઓને લેક્ચર આપતા હતા. આ કેમ્પના કિનારે કુન્હાર નદી પણ છે. જ્યાં આતંકીઓને દરિયાઈ હુમલાની પણ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તેમને પાકિસ્તાની સેનાના પૂર્વ ઓફિસર ટ્રેનિંગ આપતા હતા.

 

આ કેમ્પની અંદરની તસવીરો પણ સામે આવી છે. જ્યાં જૈશ-એ-મોહમ્મદના ધણાં ઝંડા દેખાઈ રહ્યા છે. તસવીરોમાં તે હોલ પણ દેખાય છે જ્યાં મુફ્તી અબ્દુલ રૌફ અસગર અને મૌલાના મસૂદ અઝહર 1 એપ્રિલ 2018ના રોજ આતંકીઓને ટ્રેનિંગ આપતા જોવા મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો