લોકસભા ચૂંટણી / બીજા તબક્કાના મતદાનમાં પૂર્વ PM અને CM સહિત આ સીનિયર નેતાઓના ભવિષ્યનો થશે નિર્ણય

phase 2 election 2019 vvip key candidates of lok sabha elections date constituency Lok Sabha election 2019 News and Updates
X
phase 2 election 2019 vvip key candidates of lok sabha elections date constituency Lok Sabha election 2019 News and Updates

  • બીજા તબક્કાના VVIP ઉમેદવાર: હેમા માલીની, રાજ બબ્બર, એચ.ડી દેવગૌડા, જિતેન્દ્ર સિંહ, સદાનંદ ગૌડા, કનિમોઝી, સુશીલ કુમાર શિંદે, ફારુખ અબ્દુલા

divyabhaskar.com

Apr 18, 2019, 11:59 AM IST

નેશનલ ડેસ્ક: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં ઘણા સીનિયર નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તેમાં એક પૂર્વ વડાપ્રધાન જ્યારે બે પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ છે. 18 એપ્રિલને ગુરુવારે શરૂ થયેલા મતદાનમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડા, દ્રમુક નેતા દયાનિધિ મારન, એ રાજા, કનિમોઝી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના ફારુખ અબ્દુલા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, ભાજપમાંથી હેમા માલીની, બસપાના દાનિશ અલી જેવા સીનિયર નેતાઓ આ ચૂંટણીના મોટા માથા માનવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ પણ તેમનું નસીબ અજમાવી રહ્યા છે.

1

ફારુખ અબ્દુલા

ફારુખ અબ્દુલા
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલા શ્રીનગર સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની ટક્કર પીડીપીના આગા મોહસિન, પીપુલ્સ કોન્ફરન્સના ઈરફાન અંસારી અને ભાજપના ખાલિદ જહાંગીર સાથે છે. 82 વર્ષના ફારુખ અબ્દુલા ત્રણ વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વિવાદીત નિવેદન માટે જાણીતા ફારુખ અબ્દુલાએ પથ્થરબાજી કરતા લોકોની જાહેરમાં ભલામણ પણ કરી હતી.
2

હેમા માલિની

હેમા માલિની
ઉત્તર પ્રદેશની મથુરા સીટથી હેમા માલીની ફરી વખત ચૂંટણી લડી રહ્યા છે. 2014માં તેમને જીત મળી હતી. આ વખતે તેમની ટક્કર સપા-બસપા-આરએલડીના ઉમેદવાર કુંવર નરેન્દ્ર સિંહ સાથે છે. કોંગ્રેસે પણ અહીંથી મહેશ પાઠકને ટિકિટ આપી છે.
3

જીતેન્દ્ર સિંહ

જીતેન્દ્ર સિંહ
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ જમ્મૂ-કાશ્મીરની ઉધમપુર સીટથી ફરી મેદાનમાં છે. તેમની ટક્કર કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ સાથે છે જે કોંગ્રેસના નેતા કર્ણ સિંહના દીકરા છે.
4

કનિમોઝી

કનિમોઝી
દ્રમુક સંસ્થાપક એમકે કરુણાનિધિની દીકરી કનિમોઝી તમિલનાડુની તુતુકુડી સીટથી મેદાનમાં છે. તેમની ટક્કર ભાજપના ટી. સુંદરરાજન સાથે છે. મંગળવારે ઈન્કમટેક્સ વિભાગે કનિમોઝીના ઘરે દરોડા પાડ્યા હતા.
5

રાજ બબ્બર

રાજ બબ્બર
ઉત્તરપ્રદેશની ફતેહપુર સિકરીથી રાજ બબ્બર કોંગ્રેસ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની ટક્કર ભાજપના રાજકુમાર ચાહર અને સપા-બસપા-આરએલડીના સંયુક્ત ઉમેદવાર ગુડ્ડૂ પંડિત સાથે છે.
6

સુષ્મિતા દેવ

સુષ્મિતા દેવ
આસામના સિલચરથી સાંસદ સુષ્મિતા દેવ રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા સતિન્દ્ર મોહન દેવેએ આઝાદી વખત આંદોલન કર્યા હતા. ત્યારપછી તેઓ આસામના સ્વાસ્થય મંત્રી બન્યા હતા. સુષ્મિતા દેવ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા મોહન દેવની દીકરી છે. તેઓ સિલચરમાં 6 વખત સાંસદ રહ્યા હતા.
7

કાર્તિ ચિદંબરમ

કાર્તિ ચિદંબરમ
લોકસભા ચૂંટણી 2019માં દક્ષિણના તમિલનાડુની શિવગંગા સીટ ખૂબ મહત્વની માનવામાં આવે છે. કોંગ્રેસના આંતરિક વિરોધ છતા કાર્તિ ચિદંબરમને અહીંના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 2014ની હાર ભૂલાવીને ફરી અહીંથી કાર્તિ ચિદંબરમ ચૂંટણી લડી રહ્યા છે. આ સીટથી કાર્તિ ચિદંબરમના પિતા અને પૂર્વ નાણામંત્રી 7 વખત સાંસદ રહી ચૂક્યા છે. જોકે ગઈ લોકસભા ચૂંટણીમાં કાર્તિ પિતાની જીતનો વારસો જાળવી શક્યા નહતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી