તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lok Sabha Elections 2019 First Phase Voting Jammu Kashmir Constituency People Queue At Polling Booth

જ્યાં લોકશાહીનો વિરોધ  હતો ત્યાં જમ્મુ-કાશ્મીરમાં આજે મતદાન માટે લાઈનો લાગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2014ની લોકસભા ચૂંટણીમાં માત્ર 39 ટકા જ મતદાન થયું હતું
  • 2014માં બારામુલા સીટ પરથી પીડીપીના નેતા મુઝફ્ફર હુસૈન જીત્યા હતા

નેશનલ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કામાં જમ્મુ-કાશ્મીરના બારામુલા અને જમ્મુ સીટ પર મતદાન થયું છે. હુર્રિયતના વિરોધ વચ્ચે પણ સવારે સાત વાગ્યાથી પોલિંગ બુથ પર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. માનવામાં આવે છે કે, હુર્રિયતના નેતાઓએ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો ખૂબ વિરોધ કર્યો હતો તેમ છતાં પોલિંગ બુથની બહાર આજે મતદાન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઘણાં મતદારોતો મતદાન મથકની બહાર નાચતા પણ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, હુર્રિયતના નેતાઓએ એક નિવેદન જાહેર કરીને જમ્મુ-કાશ્મીરના ખીણ વિસ્તારમાં ગુરુવારે પૂર્ણ બંધની જાહેરાત કરી હતી. બારામૂલા અને બનિહાલ વચ્ચે ટ્રેન સેવા પણ એક દિવસ માટે રદ કરી દેવામાં આવી છે.

બારામૂલામાં 10 ઉમેદવાર મેદાનમાં: બારામૂલા સીટ પરથી આ વખતે કોંગ્રેસના હાજી ફારુખ અહમદ મીર, બીજેપીના મોહમ્મદ મકબૂલ વાર, નેશનલ કોન્ફરન્સના મોહમ્મદ અકબર લોન અને પીડીપીના અબ્દુલ કય્યૂમ એટલેસ્થાનીક દળના 10 ઉમેદવાર મેદાનમાં છે. ગત લોકસભા ચૂંટણીમાં પીડીપી પહેલીવાર આ સીટ જીતવામાં સફળ થઈ હતી. પીડીપીની ટિકિટ પર મુઝફ્ફર હુસૈન બેગ ચૂંટણી જીત્યા હતા. તેમણે નેશનલ કોન્ફરન્સના શરીફુદ્દીનને હરાવ્યો હતો. સુરક્ષાની દ્રષ્ટીએ સંવેદનશીલ માનવામાં આવતા આ વિસ્તારમાં 2014ની લોકસભા ચૂંટણીમાં માત્ર 39 ટકા જ મતદાન થયું હતું.

જમ્મુ સીટ પરથી 24 ઉમેદવારો મેદાનમાં: પહેલાં તબક્કા અંર્તગત જમ્મુ કાશ્મીરમાં 2 સીટો પર વોટિંગ ચાલીરહ્યું છે. જમ્મુ સીટથી 24 ઉમેદવારો મેદાનમાં છે. સવારથી જ અહીં મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જોકે પૂંછમાં એક બુથ એકદમ ખાલી જોવા મળ્યું હતું. અહીં માત્ર સુરક્ષાકર્મી જ જોવા મળી રહ્યા હતા. આ સીટ પર બીજેપીના જુગલ કિશોર, કોંગ્રેસના રમન ભલ્લા અને નેશનલ પેન્થર્સ પાર્ટીના ભીમ સિંહ મુખ્ય ઉમેદવાર છે. કોંગ્રેસ ઉમેદવારને નેશનલ કોન્ફરન્સનું સમર્થન મળેલું છે. આ સીટનો ઈતિહાસ જણાવે છે કે, અહીંથી કોંગ્રેસને વધારે વખત જીત મળી છે. 1957થી અસ્તિત્વમાં આવેલી આ સીટ પર કોંગ્રેસ 9 વખત ચૂંટણી જીતી છે. જ્યારે બીજેપીને માત્ર 3 વખત જ જીત મળી છે.

જમ્મુ-કાશ્મીરમાં રેડ એલર્ટ: જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એજન્સીને મળેલી માહિતી પ્રમાણે એલઈડીથી ભરેલી સ્કોર્પિયો સાથે અમુક આતંકીઓ નીકળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એજન્સીને એવી શંકા છે કે, ખીણના સીમા વિસ્તારમાં બે ગાઈડને આત્મઘાતી હમુલાખોરોની મદદ માટે લગાવવામાં આવ્યા છે. આ ખાનગી માહિતી મળ્યા પછી સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને સીઆરપીએફને એલર્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...