તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેજસ્વીને સરકારી બંગલો ખાલી કરવો પડશે, પટના હાઈકોર્ટે આપ્યો ઝટકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બિહાર સરકારે તેજસ્વીને નવો બંગલો આપ્યો છે
  •  જુનો બંગલો ન છોડવા માટે ડબલ બેંચને કરી અરજી


પટનાઃ RJD નેતા તેજસ્વી યાદવને સરકારી બંગલાના મુદ્દે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. બંગલો ખાલી કરવા માટે સમય માંગવની તેજસ્વીએ કરેલી ડબલ બેંચની અરજીને પણ ફગાવી દેવાઈ છે. સોમવારે પટના હાઈકોર્ટે તેજસ્વીની માંગણીને નકારી હતી. હવે તેજસ્વીને બંગલો ખાલી કરવો જ પડશે.
 

ગત મહિને હાઈકોર્ટની સિંગલ બેંચે તેજસ્વી યાદવને તેમનો સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ કર્યો હતો. જેને પડકાર આપતા તેજસ્વી યાદવે ડબલ બેંચમાં અરજી કરી હતી. જો કે સોમવારે  ડબલ બેંચે પણ તેમનો સાથ આપ્યો ન હતો. 

બિહારમાં જેડીયૂ-આરજેડી ગઠબંધન તૂટ્યા પછી તેજસ્વીએ ડે. સીએમ પદ છોડવુ પડ્યુ હતુ. ત્યારબાદ બિહાર વિધાનસભા સચિવાલયે તેમને સરકારી આવાસ છોડવા અંગેનો આદેશ કર્યો હતો.  તેમ છતા તેજસ્વીએ બંગલો ખાલી કર્યો ન હતો અને તેઓ આ મામલાને હાઈકોર્ટ સુધી લઈ ગયા હતા.  

અન્ય સમાચારો પણ છે...