તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય સીમામાં પાકિસ્તાની વિમાનની ઘુસણખોરી, એર ડિફેન્સ સિસ્ટમ હાઈએલર્ટ પર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બુધવાર વહેલી સવારથી જ સીમા પર ગોળીબાર શરૂ 

નેશનલ ડેસ્ક: પાકિસ્તાનમાં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે. ભારત-પાકિસ્તાનનાં તણાવ વચ્ચે પીએમ મોદીએ તેમનાં આવાસ પર હાઈ લેવલની બેઠક યોજાઈ હતી. સાથે જ નાણામંત્રી અરુણ જેટલીએ તેમનાં નિવદેનમાં હાલની પરિસ્થિતીમાં કંઈ પણ શક્ય હોવાની વાત કરી છે.  

 

ભારતીય પાયલટ સાથે અભદ્ર વ્યવહાર પર આપત્તિ- વિદેશ મંત્રાલય: ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારતીય વાયુસેનાના ઘાયલ અધિકારી સાથેના અભદ્ર વર્તનને લઈને પાકિસ્તાન સાથે કડક આપત્તિ વ્યક્ત કર છે. આ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અને જીનીવા સમજૂતીનું ઉલ્લંઘન છે. પાકિસ્તાન સ્પષ્ટ રીતે તે સાબિત કરી દીધું કે તેઓ આ વાતને સુનિશ્ચિત કરે કે અમારા ઘાયલ અધિકારીને કોઈ નુકસાન ન પહોંચે. અમને તેમની તાત્કાલિક વાપસીની આશા છે. 

 

ભારત અને ચીને આતંકવાદની ટીકા કરીઃ ભારત અને ચીને તેમનાં નિવેદનમાં આતંકવાદની ટીકા કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આતંકવાદ સામે કડક એક્શનની જરૂર છે. જોકે  નિવેદનમાં ચીને પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો નથી. 

 

વિપક્ષની બેઠક મળીઃ  ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતીમાં વિપક્ષે પણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી , પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ,સહિતનાં વિપક્ષી નેતાઓ  સામેલ છે. 

રાજસ્થાનનાં CMએ બોલાવી બેઠકઃ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભારત-પાકનાં તણાવની પરિસ્થિતીમાં બેઠક યોજી હતી. રાજસ્થાનની પોલીસને પણ હાઈ એલર્ટ કરાઈ છે. બોર્ડર વિસ્તાર પાસે તહેનાત તમામ જવાનોની રજા રદ કરી દેવાઈ છે. જૈસલમેર એરપોર્ટને સામાન્ય યાત્રિઓ માટે બંધ કરી દેવાયો છે. તમામ એરપોર્ટ આ સમયે એલર્ટ પર છે.  

 

PM મોદીનાં આવાસ પર બેઠક, જેટલીનું મોટુ નિવેદનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનાં કારણે દિલ્હીમાં બેઠકો યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ સચિવ , રક્ષા સચિવ, અને ગુપ્ત વિભાગોનાં પ્રમુખોની બેઠક ચાલી હતી. આ બેઠકમાં પાકિસ્તાનને જવાબ આપવાની રણનીતિ અંગેની ચર્ચા કરાઈ હતી. 

તણાવ વચ્ચે નાણામંત્રી અરુણ જેટલીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, આજની પરિસ્થિતીમાં બધુ જ શક્ય છે. જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘુસીને ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઈ પણ શક્ય છે. જેટલીનાં આ નિવેદનનાં ઘણા અર્થ નીકળી શકે છે,માનવમાં આવી રહ્યું છે કે ભારત પણ પાકિસ્તાનમાં ઘુસીને જૈશનાં આતંકી ઠેકાણાઓને નુકસાન પહોંચાડી શકે છે. 

 

ભારતીય યાત્રિયો માટે નવો રુટ શરુ કરાયોઃ ભારતની તમામ વિમાન કંપનીઓએ તેમનાં મુસાફરો માટે અપડેટ જાહેર કર્યુ છે. આ અપડેટમાં વિમાનોનાં હાલનાં રૂટ અંગેની માહિતી આપી છે. જેમાં અમૃતસર એરપોર્ટ પર હાજર તમામ યાત્રિકોને તાત્કાલિક બહાર કાઢીને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવામાં આવી રહ્યા છે. 

 

ISIનું આતંકીઓને 'કરો યા મરો'નો આદેશઃપાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIએ પોતાના આતંકીઓને કરો અથવા મરોનાં આદેશ આપી દીધા છે. આ સમયે દિલ્હી સહિત અન્ય શહેરો પર આતંકી હુમલા અંગેનું એલર્ટ આપવામાં આવ્યુ છે. જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકીઓને ભારતમાં ખુલ્લી છૂટ આપવામાં આવી છે. 

 

હાઈ એલર્ટ પર IAF:ભારતીય સેનાનાં લડાકુ વિમાનોને  તૈૈયાર રાખવાનાં અને પાયલટ્સને ઉડાન ભરવા માટે તૈયાર રહેવાની સૂચના આપી દેવાઈ છે. સાથે જ તમામ પાયલટ્સને એલર્ટ પણ કર્યા છે. જો કે આ પ્રકારનું એલર્ટ યુદ્ધ જેવી પરિસ્થિતીઓમાં જ આપવામાં આવે છે. બોર્ડર પાસે આવેલા તમામ હોસ્પિટલોને મેડિકલ સેવાઓનો મોટા પ્રમાણમાં સ્ટોક આપી દેવામાં આવ્યો છે. સાથે જ તમામને એલર્ટ પર રહેવા માટે કહ્યુ છે. 

 

પાકિસ્તાને પણ ફ્લાઈટ્સ રદ કરીઃપાકિસ્તાને પણ બોર્ડર પાસેનાં તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ આપી દીધુ છે. પાકિસ્તાને લાહોર, મુલ્તાન,ફૈસલાબાદ, સિયાલકોટ અને ઈસ્લામાબાદ એરપોર્ટ ખાતેથી ઉડાન ભરનારી દરેક ફ્લાઈટને રદ કરી છે. 
 

ભારતે PAKનું F16 ફુંકી માર્યુઃ  ભારતીય વાયુસેનામાં ધુસેલા પાકિસ્તાનનાં લડાકુ વિમાન F16 લડાકુ વિમાનને ભારતે તોડી પાડ્યુ છે. આ વિમાનનાં તોડી પડાયેલા ભાગ પાકિસ્તાનનાં નૌશેરામાં પડ્યા છે. પાકિસ્તાનનું વિમાન ભારતીય સીમાની ત્રણ કિમી અંદર સુધી ઘુસી આવ્યુ હતુ, પણ અંતે ભારતીય સેનાએ તેને ફુંકી માર્યુ. એફ-16 વિમાન પાકિસ્તાને અમેરિકા પાસેથી ખરીદ્યા હતા, એક એન્જિનવાળુ સુપર સોનિક મલ્ટી રોલ એફ-16 વિમાન દરેક ઋતુમાં ઉડાન ભરી શકે છે. 

 

PAK મીડિયાનો દાવોઃ પાકિસ્તાની મીડિયા પ્રમાણે, પાકિસ્તાને બે ભારતીય વિમાનને નિશાન બનાવ્યા છે. આ માહિતી પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ દ્વારા સામે આવી છે.પાકિસ્તાની વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લઘંન કર્યુ છે. જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં આ વિમાન ધુસ્યા હતા. પરંતુ ભારતનાં જડબાતોડ જવાબ બાદ આ વિમાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પરત ફરવુ પડ્યુ હતુ.ભારતમાં જે વિમાન ક્રેશ થયુ છે તેને પાકિસ્તાન તેમનું એક્શન તરીકે જણાવી રહી છે. પાક. મીડિયા દાવો કરી રહી છે કે જે ભારતીય વિમાન ક્રેશ થયુ છે તે પાકિસ્તાનનાં નિશાન પર હતુ. આ ઉપરાંત પાક સેનાનાં પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાની વાયુસેનાએ ભારતનાં બે વિમાનોને નિશાન બનાવ્યા હતા જેમા એક પ્લેન ક્રેશ થયુ હતુ અને ભારતનાં એક પાયલટની ધરપકડ કરી લેવાઈ છે.

In response to PAF strikes this morning as released by MoFA, IAF crossed LOC. PAF shot down two Indian aircrafts inside Pakistani airspace. One of the aircraft fell inside AJ&K while other fell inside IOK. One Indian pilot arrested by troops on ground while two in the area.

— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 27, 2019

PAKનો હવામાં દાવોઃ પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે ,તેની સેનાએ ભારતીય સીમામાં ઘુસીને સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ ટ્વિટ કરીને આ પ્રકારનો દાવો કર્યો છે. 

#Pakistanstrikesback #PAF undertook strikes across LoC from Pakistani airspace. Sole purpose of this action was to demonstrate our right, will and capability for self defence. We do not wish to escalate but are fully prepared if forced into that paradigm#PakistanZindabad

— Dr Mohammad Faisal (@ForeignOfficePk) February 27, 2019

ઉત્તર ભારતનાં તમામ એરપોર્ટ પર હાઈ એલર્ટ: ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન રઘવાયુ થયુ છે. જેના કારણે જમ્મુ, શ્રીનગર ,પઠાનકોટ, અમૃતસર, લેહ, જમ્મુ, દેહરાદુન , અને ધર્મશાળાથી ઉડાન ભરનારી તમામ ફ્લાઈટ્સને રદ કરવામા આવી છે. સાથે જ આ તમામએરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.  


ગુજરાતમાં પણ હાઈએલર્ટઃ ભારત દ્વારા પાકિસ્તાનપર લેવાયેલા એક્શન બાદ સીમાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં પણ સેના એલર્ટ પર છે. અહીં લોકો માટે એક હેલ્પલાઈન નંબર પર પણ જાહેર કરાયો છે. જો કોઈને પણ સંદિગ્ધ વ્યક્તિ જોવા મળે તો તેઓ 02832-258439 પર જાણકારી આપી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો