તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Pulwama Attack News Pakistan Takes A U Turn On Bhawalpur Seminary Seizures Says It Is Not Linked To Jaish

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

24 કલાકમાં જ નિવેદન પરથી પલટી મારી પાકિસ્તાનન મંત્રીએ, કહ્યું- બહાવલપુરના મદરેસાનો જૈશ સાથે કોઈ સંબંધ નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ શનિવારે કહ્યું- ભારત મદરેસાને જૈશનું હેડક્વાર્ટર ગણાવી પ્રોપેગેંડા ફેલાવે છે.
 • શુક્રવારે ચૌધરીએ કહ્યું હતું- પંજાબ સરકારે મદરસાતુલ સાબિર અને જામા-એ-મસ્જિદ સુભાનલ્લાહને પોતાના કબજામાં લીધા
લાહોરઃ પાકિસ્તાનના એક મંત્રી 24 કલાકમાં જ પોતાના નિવેદનથી પલટી મારી ગયા છે. પાકિસ્તાન સરકારે શનિવારે પોતાના દાવાને ફગાવતા કહ્યું કે બહાવલપુર સ્થિત મદરેસાના જૈશ-એ-મોહમ્મદ સાથે કોઈ જ સંબંધ નથી. શુક્રવારે ભારત અને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે પાકિસ્તાન સરકારે શુક્રવારે બહાવલપુર સ્થિત જૈશના હેડક્વાર્ટર, એક મદરેસા અને મસ્જિદને કબજામાં લીધા હતા. 14 ફેબ્રુઆરીએ પુલવામાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. આ હુમલામાં ભારતના 40 જવાન શહીદ થઈ ગયા હતા. 

પાકિસ્તાનના સુચના મંત્રી ફવાદ ચૌધરીએ શનિવારે કહ્યું હતું કે આ મદરેસા છે. ભારત તેને જૈશનું હેડક્વાર્ટર બતાવીને પ્રોપગેંડા ફેલાવી રહ્યું છે. શુક્રવારે ચૌધરીએ કહ્યું હતું કે પંજાબ સરકારે બહાવલપુરના મદરસાતુલ સાબિર અને જામા-એ-મસ્જિદ સુભાનલ્લાહને પોતાના કબજામાં લીધા હતા. જે અંગેને નિર્ણય ગુરૂવારે મળેલી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો હતો. 

ચૌધરીએ તેમ પણ કહ્યું કે મદરસાતુલ સાબિર અને જામા-એ-મસ્જિદ સુભાનલ્લાહને પંજાબ સરકારે પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. જેમાં જૈશનું મુખ્યાલય હોવાના આરોપ છે. હવે આ મામલે એક પ્રશાસકને નિયુક્ત કરવામાં આવ્યાં છે. 

બહાવલપુર સ્થિત મહરેસામાં વર્તમાનમાં 70 મૌલવી અને 600 વિદ્યાર્થી છે. પંજાબ પોલીસ કેમ્પસને સુરક્ષા આપે છે. બહાવલપુરના ડેપ્યુટી કમિશનર શાહજૈબ સઇદે કહ્યું કે મદરેસામાં રોજબરોજનું કામકાજ ચાલે છે. મદરેસા અને મસ્જિદને અઝહર સાથે કોઈજ સંબંધ નથી. મદરેસામાં બાળકો માત્ર ભણે છે, તેમનો પ્રતિબંધિત આતંકી સંગઠન અને તેમની પ્રવૃતિઓ સાથે કોઈ લેવાદેવા નથી. 

જૈશ-એ-મોહમ્મદના ફિદાયીને 14 ફેબ્રુઆરીએ CRPFના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને અલગ થલગ કરવા માટે અનેક પગલાંઓ ઉઠાવ્યાં છે. ઈમરાન ખાને CRPFના જવાનો પર થયેલાં હુમલામાં પાકિસ્તાનનો  હાથ ન હોવાની વાત કરી છે. 

છેલ્લાં કેટલાંક વર્ષોમાં પહેલી વખત લાહોરથી લગભગ 430 કિલોમીટર દૂર સ્થિત આ પરિસરન પાકિસ્તાને આતંકી સંગઠન જૈશના ચીફ મસૂદ અઝહર સાથે જોડાયેલું હોવાની કબૂલાત કરી હતી. શુક્રવારે પાકિસ્તાનના આંતરિક મંત્રાલયે કહ્યું હતું કે જૈશના ઠેકાણાંઓ પર કાર્યવાહી કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો