તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Pakistan India News: Foreign Secretary Vijay Gokhale Press Conference Live News Update

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશ સચિવ વિજય ગોખલે ટૂંક સમયમાં કરશે પ્રેસ કોન્ફરન્સ, ભારત-પાક.ની હાલની સ્થિતિ જણાવશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમાર - Divya Bhaskar
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમાર
 • ભારત સરકાર તરફથી વિજય ગોખલે પ્રેસ કોન્ફરન્સ કરીને હાલની સ્થિતિ વિશે માહિતી આપશે

નવી દિલ્હી: ભારતે ગઈ કાલે પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. પાકિસ્તાનમાં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે તેમાં પણ  જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે. આ દરમિયાન ભારત-પાકિસ્તાનનાં તણાવ વચ્ચે પીએમ મોદીના ઘરે હાઈ લેવલની બેઠક પણ કરવામાં આવી હતી. ત્યારપછી વિદેશ મંત્રાલય તરફથી ખુલાસો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનના વળતા પ્રહારમાં ભારતનું એક લડાકૂ વિમાન ધ્વસ્ત થયું છે અને આપણો એક પાયલટ પણ ગુમ છે.

 

વિદેશ મંત્રાલયનો ખુલાસો: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ભારતની એર સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાન દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ભારતે પણ પાકિસ્તાનના એક્શનનો કડક જવાબ આપ્યો છે અને તેમનું લડાકુ વિમાન તોડી પાડ્યું છે. જોકે આ કાર્યવાહીમાં ભારતનું પણ એક લડાકી પ્લેન MI-21 ક્રેશ થયું છે અને આપણો એક પાયલટ પણ ગુમ છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય પાયલટ તેમની કસ્ટડીમાં છે. ભારત પાકિસ્તાનના આ દાવાની ચોક્કસ તપાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં રવીશ કુમારની સાથે એર વાઈસ માર્શલ આર.જી.કે કપૂર પણ તેમની સાથે હાજર હતાં.

 

PM મોદીનાં આવાસ પર બેઠક, જેટલીનું મોટુ નિવેદનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનાં કારણે દિલ્હીમાં બેઠકો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ સચિવ , રક્ષા સચિવ, અને ગુપ્ત વિભાગોનાં પ્રમુખોની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પાકિસ્તાનને જવાબ આપવાની રણનીતિ બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

 

તણાવ વચ્ચે નાણામંત્રી અરુણ જેટલીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું હતું કે, આજની પરિસ્થિતીમાં બધુ જ શક્ય છે. જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘુસીને ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઈ પણ શક્ય છે. જેટલીનાં આ નિવેદનનાં ઘણા અર્થ નીકળી શકે છે,માનવમાં આવી રહ્યું છે કે ભારત પણ પાકિસ્તાનમાં ઘુસીને જૈશનાં આતંકી ઠેકાણાઓને નુકસાન પહોંચાડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો