તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Pakistan Deployed Air Defense Systems, Artillery And Motor In Pakistan Occupied Kashmir For BAT Action Plan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નહીં સુધરે પાકિસ્તાન, 3 જગ્યાએ BAT એક્શનનું કાવતરું ઘડાઈ રહ્યું છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બોર્ડર એક્શન ટીમનું એક્શન વાળા આતંકી અને કમાન્ડરોને કવર ફાયર આપવાનું પ્લાનિંગ છે
 • પાકિસ્તાન આર્મીએ આતંકીઓ અને મુઝાહિદ્દીન બટાલિયનની ઘણી ટીમ પુંછ, રાજૌરી, ઉરી, મેંઢર, કૃષ્મા ઘાટી અને બિમ્બર ગલીમાં તહેનાત કરી છે

નેશનલ ડેસ્ક: બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલાથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાને પાકિસ્તાનમાં આવેલા કાશ્મીર (પીઓકે)માં એર ડિફેન્સ સિસ્ટમ, આર્ટિલરી અને મોર્ટાર તહેનાત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડર એક્શન ટીમનું એક્શન વાળા આતંકી અને કમાન્ડરોને કવર ફાયર આપવાનું પ્લાનિંગ છે. જ્યારે રાજૌરી સામે કવર ફાયર માટે 643 મુઝાહિદ્દીન બટાલિયન તહેનાત કરવામાં આવી છે. આ સિવાય પીઓકેમાં કવર ફાયર માટે 801, 701, 656 મુઝાહિદ્દીન બટાલિયનને તહેનાત કરવામાં આવી છે.
            
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન આર્મીએ આતંકીઓ અને મુઝાહિદ્દીન બટાલિયનની ઘણી ટીમ પુંછ, રાજૌરી, ઉરી, મેંઢર, કૃષ્મા ઘાટી અને બિમ્બર ગલીમાં તહેનાત કરી છે. પીઓકેમાં ત્રણ જગ્યાઓ પર બોર્ડર એક્શન ટીમને પાક આર્મીએ તહેનાત કરી છે. તાજેતરમાં જ પીઓકેમાં આવેલા લીપા લોન્ચ પેડ પર આતંકીઓ અને પાક આર્મીના SSG કમાન્ડો જોવા મળ્યા છે. તેમની સાથે અમુક લશ્કર અને જૈશના આતંકીઓ પણ હાજર છે. લીપા લોન્ચ પેડ જમ્મુ-કાશ્મીરના તંગધાર અને ઉરી સેક્ટરની સામે આવે છે. 

 

ભારતના મંગળવારે અને આજે એલઓસી પર લેવામાં આવેલા કડક પગલાંના કારણે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરની સામે પાકિસ્તાને તેમની FDLS(Forward Defence Locations)માં સેનાની હાજરીમાં વધારો કર્યો છે. પાકિસ્તાને પીઓકેમાં જમ્મુ-કાશ્મીરના રાજૌરીની સામે એર ડિફેન્સ ગન, આર્ટિલરી અને 102 MM મોર્ટાર તહેનાત કર્યાં છે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના રાજૌરીની સામે એલઓસી પર ફોરવર્ડ ડિફેન્સ લોકેશન 'જબ્બાર'માં કવર ફાયરિંગ આપવા માટે 642 મુઝાહિદ્દીન બટાલિયનને પણ તહેનાત કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીઓકેના પીર કાલંજર, ડોતિલ્લા, KG TOP પર કવર ફાયર માટે ક્રમશ: 801, 701 અને 656 મુઝાહિદ્દીન બટાલિયનને તહેનાત કરવામાં આવી છે.

 

પીઓકેમાં જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં અને પુંછ સેક્ટરની સામે 4 મોટા લોકેશન છે. પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ અહીં ઘણી જગ્યાએ ફાયરિંગ કરી શકે છે. નોંધનીય છે કે, મંગળવારે વહેલી સવાલે 3.30 વાગે ભારતે મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં 350 આતંકીઓને મારવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. એર સ્ટ્રાઈક પછીથી પાકિસ્તાન ખૂબ ગભરાયેલું છે અને એલઓસી પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો