તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Before Loksabha Election 2019 Once Again Rahul Gandhi Challenges Pm Modi For Debate Over Corruption

રાહુલે ફરી પીએમ મોદીને આપ્યો પડકાર, કહ્યું રાફેલ-નોટબંધી વિશે પૂરતી તૈયારી કરીને ચર્ચા કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગયા: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીના આરોપોનો જવાબ ગયાની રેલીમાં આપ્યો. કહ્યું કે - અમે લોકો દેશના ટુકડા નહીં થવા દઈએ. લોકો હવે 2014 જેવી ભૂલ નહીં કરે. અત્યારે મુદ્દો રોજગારનો છે. કેટલાક લોકો અમારી ન્યાય યોજનાની પણ મજાક ઉડાવતા પૂછી રહ્યા છે કે દરેક ગરીબ પરિવારને આપવા માટે 72 હજાર રૂપિયા ક્યાંથી આવશે? હું તેમને જણાવી દેવા માગું છું કે આ રૂપિયા નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા લોકો પાસેથી વસૂલીને ગરીબોના ખાતામાં નંખાશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કર્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દા પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને ફરી એક વાર ચર્ચા કરવા માટે પડકાર આપ્યો છે. આટલું જ નહીં રાહુલ ગાંધીએ વડાપ્રધાનને સવાલ પણ કર્યો છે કે, શું તેમને મારી સાથે ચર્ચા કરવાનો ડર લાગે છે? રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદીને પડકાર આપ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને રાફેલ, અનિલ અંબાણી, નીરવ મોદી અને નોટબંધી જેવા મુદ્દા પર પર પીએમ મોદીને પૂરતી તૈયારી કરીને ચર્ચા કરવા કહ્યું છે. નોંધનીય છે કે, આ પહેલાં રાહુલ ગાંધીએ બીજેપીનો મેનિફેસ્ટો બંધ બારણે તૈયાર હોવાની વાત પણ કરી હતી.

આજે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, પ્રિય વડાપ્રધાન, શું તમે ભ્રષ્ટાચાર મુદ્દે મારી સાથે ચર્ચા કરતાં ડરો છો? તો હું તમારા માટે એ સરળ કરી દઉં છું... તમે પુસ્તક ખોલીને આ વિષયો પર તૈયારી કરી શકો છો. 1. રાફેલ + અનિલ અંબાણી. 2. નીરવ મોદી 3. અમીત શાહ + નોટબંધી

રોડ શોમાં મોદીનાં સૂત્રો, પ્રિયંકાએ ફૂલ ફેંકી કહ્યું - પોકારતા રહો: બિજનૌરમાં રોડ શો દરમિયાન ભાજપ કાર્યકરો પ્રિયંકાના કાફલા સામે મોદી-મોદીનાં સૂત્રો પોકારવા લાગ્યાં. પ્રિયંકાએ તેમની તરફ ફૂલ ફેંકતા કહ્યું કે તમે સૂત્રો પોકારતા રહો.

Dear PM,

Scared of debating me on corruption? I can make it easier for you.

Let’s go open book, so you can prepare:

1. RAFALE+Anil Ambani
2. Nirav Modi
3. Amit Shah+Demonetisation #Scared2Debate

— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2019

નોંધનીય છે કે, આ પહેલાં રાહુલ ગાંધી તરફથી પડકાર કરવામાં આવ્યો ત્યારે ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ એક અજાણ નેતા છે.