તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Supreme Court Says Officials Will Be Jailed If Arrests Made Under Scrapped IT Law, Section 66A

સુપ્રીમ કોર્ટે કહ્યું- ITની કલમ 66Aમાં ધરપકડ કરનાર ઓફિસર્સને જેલમાં ધકેલાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રીમ કોર્ટે 24 સપ્ટેમ્બર 2015માં આઈટીની કલમ  66A સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો
  • આ કલમ અંર્તગત વેબસાઈટ પર કથિત રીતે અપમાનજનક સામગ્રી શેર કરનારની ધરપકડનો કાયદો બનાવવામાં આવ્યો હતો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 2015માં ખતમ કરેલી આઈટીની કલમ 66A અંર્તગત અત્યારે પણ કરવામાં આવતી ધરપકડ મામલે કેન્દ્ર સરકારની ઝાટકણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જો તેને રોકવામાં નહીં આવે તો આવું કરનાર ઓફિસર્સને જેલ મોકલવામાં આવશે. પૂરી કરવામાં આવેલી કલમ અંર્તગત કોઈ પણ વ્યક્તિને વેબસાઈટ પર કથિત રીતે અપમાનજનક માહિતી શેર કરવાના બદલામાં ધરપકડનો નિયમ હતો. 

આ મામલે માનવઅધિકારો માટે કામ કરતી સંસ્થા પીપુલ્સ યૂનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયૂસીએલ)એ જનહીતની અરજી દાખલ કરી હતી. જસ્ટિસ આરએફ નરીમનની બેન્ચે આ વિશે જવાબ દાખલ કરવા કેન્દ્ર સરકારને ચાર સપ્તાહનો સમય આપ્યો છે.

જસ્ટિસ નરિમને કહ્યું કે, અરજી કરનારાઓએ જે આરોપ લગાવ્યા છે તે સાચા હશે તો કેન્દ્ર સરકારના ઓફિસર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સંસ્થાએ કોર્ટને તે લોકોની યાદી પણ આપી છે જેમની સામે કેસ કરવામાં આવ્યો છે. અમે તે દરેક લોકોને જેલ મોકલી દઈશું જેમણે ધરપકડનો આદેશ આપ્યો છે. અમે તેમના વિરુદ્ધ કડક પગલાં લઈશું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આઈટીની કલમ  66Aને સમાપ્ત કરવાના તેમના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સંબંધિત અધિકારીઓની ધરપકડ કરવામાં આવશે.

પીયૂસીએલએ તેમની અરજીમાં કહ્યું છે કે, આઈટીની કલમ 66Aને સમાપ્ત કર્યા પછી પણ આ કેસમાં 22થી વધારે લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...