તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Doval Spoke To The US Secretary Of State, The US Secretary Said Our Support To India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકવાદ મુદ્દે અજીત ડોભાલે અમેરિકન વિદેશ મંત્રી સાથે કરી વાત, મળ્યુ ખુલ્લુ સમર્થન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મોદી 24 કલાકમાં બે વાર ત્રણેય સેના પ્રમુખોને મળ્યા અને હાલની સ્થિતિ અને પાકિસ્તાનના કબજામાં ભારતીય પાયલટ અભિનંદનની માહિતી લીધી
 • પાકમાં રહેલા ભારતીય દૂતાવાસે પાકિસ્તાન વિદેશ મંત્રીને અભિનંદનને સુરક્ષીત પરત મોકલવા માટે પત્ર લખ્યો

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ અજીત ડોભાલે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે ફોન પર વાત કરી છે. પોમ્પિયોએ જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ભારતીય હુમલાને સમર્થન આપ્યું છે. અજીત ડોભાલે કહ્યું છે કે, ભારત પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ વિરુદ્ધ રાજકીય અને સૈન્ય એક્શન લેવા તૈયાર છે. તે વિશે અમેરિકન વિદેશ મંત્રીએ ભારતનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે, અમેરિકા તમારી સાથે છે.

 

અજીત ડોભાલે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને ભારત દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાં પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈક વિશે માહિતી આપી હતી. અમેરિકાએ ભારતને સમર્થન આપતા કહ્યું છે કે, આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં તે ભારતની સાથે છે.

 

અમેરિકા, ફ્રાન્સ અને રશિયા સહિત ઘણાં દેશોએ ભારત-પાકિસ્તાનને અપીલ કરી છે કે, બંને દેશો શાંતિ જાળવે અને એકબીજા સાથે વાત કરીને તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરે.

 

હવે પાકિસ્તાન દરેક બાજુથી ઘેરાશે: ભારતની એરસ્ટ્રાઈકથી ગભરાયેલા પાકિસ્તાન પર હવે રાજકારણ ભારે પડી રહ્યું છે. ભારતે રાજકીય રીતે સમગ્ર દુનિયામાંથી પાકિસ્તાન પર દબાણ વધારવાનું શરૂ કરી દીધું છે અને તેને આતંકવાદી સમર્થિત ચહેરા તરીકે દુનિયાની સામે રજૂ કર્યું છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વિદેશ યાત્રાએ સાઉદી અરબ રવાના થયા છે. અહીં પણ તેઓ પાકિસ્તાનના આતંકી ચહેરાની વાત કરશે અને ભારતની આતંકવાદ વિરુદ્ધ ચાલતી લડાઈમાં સમર્થન મેળવશે.

 

આટલું જ નહીં સમગ્ર દુનિયામાં આવેલા ભારતીય રાજદૂતને પણ ભારત સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, તેઓ પોતપોતાની જગ્યાએથી પાકિસ્તાનના ચહેરાને બેનકાબ કરે અને દુનિયાને જણાવે છે પાકિસ્તાન તેમની જમીન પરથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યાં છે. 
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો