તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Non Violence Are Biggest Way To Bring Change 106 Years 64 Violent Agitation Failed While 54% Non Violent Success

અહિંસા પરિવર્તન લાવવાનો સૌથી મજબૂત ઉપાય, 106 વર્ષમાં 64% હિંસક આંદોલન નિષ્ફળ, જ્યારે 54% અહિંસક સફળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: હિંસાની સરખામણીએ અહિંસામાં પરિવર્તન લાવવાની તાકાત વધારે છે. છેલ્લાં 100 વર્ષમાં થયેલાં 323 આંદોલનના અભ્યાસમાં આ વાત સામે આવી છે, જે 1900થી 2006 સુધી થયેલાં હિંસક અને અહિંસક આંદોલન પર કરાયો છે. હાર્વર્ડ કેનેડી સ્કૂલના પ્રો. એરિકા ચેનોવેથ અને મારિયા સ્ટીફને આ સંશોધન કર્યું છે. ચેનોવેથ કહે છે કે વીસમી સદીમાં ફક્ત 26% હિંસક આંદોલન સફળ અને 64% નિષ્ફળ રહ્યાં હતાં, જ્યારે એ જ સમયે થયેલાં 54% અહિંસક આંદોલન સફળ રહ્યાં હતાં. એટલે કે, હિંસક આંદોલનોની સરખામણીમાં અહિંસક આંદોલનો પરિવર્તન લાવવામાં વધુ સફળ રહ્યાં છે. અહિંસક આંદોલનમાં હિંસક આંદોલનની સરખામણીમાં ચાર ગણા લોકો સામેલ હોય છે. 1940માં એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી અહિંસક આંદોલનની સફળતાનો દર સતત વધ્યો છે. ફક્ત 1960 અને 1970ના દસકામાં હિંસક આંદોલનની સફળતાનો દર થોડો વધ્યો હતો.
આંદોલન હિંસક થાય તો નિષ્ફળતા 50 ટકા વધે: ચેનોવેથના કહેવા પ્રમાણે, જો કોઈ આંદોલન હિંસક થઈ જાય છે તો તેની નિષ્ફળતાની શક્યતા પણ 50% વધી જાય છે. તેનું કારણ એ છે કે આંદોલનકારો બંદૂક ઉઠાવી લે છે ત્યારે સરકારને પણ હિંસક પ્રતિક્રિયા આપવાનું બહાનું મળી જાય છે. હિંસક આંદોલન સફળ થઈ જાય તોપણ તે લાંબા સમય સુધી અનેક મુશ્કેલીઓ છોડી જાય છે. ડેટા કહે છે કે અહિંસક આંદોલન થાય એ દેશોમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઊભરે એવી શક્યતા વધારે હોય છે. આ દેશોમાં ફરી ગૃહયુદ્ધ જેવી સ્થિતિની આશંકા હિંસક આંદોલનો થયાં હોય એવા દેશો કરતા 15% ઓછી હોય છે.
દુનિયામાં અશાંતિનું સ્તર 12.5% વધ્યું: જોકે, ગ્લોબલ પીસ ઈન્ડેક્સ પ્રમાણે, 2008ની દુનિયા 2018ની સરખામણીએ 2.38% ઓછી શાંત હતી. આ દસ વર્ષમાં દર વર્ષે હિંસા વધી છે. 85 દેશમાં પાછલાં દસ વર્ષમાં અશાંતિ વધી છે, જ્યારે 75 દેશમાં સ્થિતિ સુધરી છે. સૌથી શાંત મનાતા યુરોપના 61% દેશોમાં અશાંતિ વધી છે. દુનિયાના સૌથી અશાંત 25 દેશમાં અશાંતિનું સ્તર 12.5% વધ્યું છે. 25 સૌથી શાંત દેશમાં સુધારો તો જરૂર થયો, પરંતુ ફક્ત 0.9% જ. અશાંતિ વધવાનું સૌથી મોટું કારણ આતંકવાદ છે. 
અન્ય સમાચારો પણ છે...